
ટંકારા ના લજાઈ ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ટંકારાનાં લજાઇ ગામે આવેલ ગંભીરસિંહ ઝાલાના જુનાનળીયા વાળા મકાને ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે રેઈડ કરી દેશી દારૂ બનાવવાનો આથો સહિતનો મુદ્દામાલ ઝડપાયો
ટંકારા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને બાતમી મળી હતી કે, લજાઇ ગામે ગંભીરસિંહ ઝાલાના જુનાનળીયા વાળા મકાને દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી રૂ.૧૦૦૦/-ની કિંમતનો દેશી પીવાનો ૫૦ લિટર દારૂ, રૂ. ૭૨૦/-ની કિંમતનાઓ ૩૬૦ લિટર ઠંડો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ પ્રોહી મુદામાલ રૂ.૬૫૭૦/- ટંકારા પોલીસે કબ્જે કરી આરોપી જયરાજસિંહ ઉર્ફે જયપાલસિંહ અરવિંદસિંહ ઝાલા સ્થળ પર જાહેર મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
[wptube id="1252022"]