
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નારી વંદન સપ્તાહ અંતર્ગત “મહિલા સ્વાવલંબન દિવસ”ની ઉજવણી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશયાદવ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના માર્ગદર્શન હેઠળ નવસારીના કાલીયા વાડી સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે કરવામાં આવી હતી . આ કાર્યક્રમમાં દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) માં તાલીમ લઈ રહેલ મહિલાઓ, RSETI ની મહિલાઓ, સખી મંડળની મહિલાઓ તેમજ ગ્રામીણ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા.
મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના થીમ સ્વરોજગાર, રોજગાર ઈચ્છુક મહિલાઓ અને શ્રમજીવી મહિલાઓને વિવધ ક્ષેત્રેની તાલીમ આપી આત્મનિર્ભર બનાવી તથા મહિલા સુરક્ષા અંગેની માહિતી આપવાનો છે. ઉપસ્થિત મહિલાઓને રોજગારલક્ષી વિવિધ યોજનાઓ અને તકો વિશે માહિતી આપવામાં આવી સાથે વિવિધ ઓદ્યોગિક કંપનીઓમાંથી હાજર રહેલ પ્રતિનિધિઓ દ્વારા મહિલાઓના બાયોડેટા લઈ ઈન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિવિધ કંપનીઓમાં રોજગારી મેળવેલ મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી શ્રી મિનાક્ષીબેન ચૌહાણ, શ્રમ અને રોજગાર મેનેજરશ્રી કશ્યપભાઈ વ્યાસ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ઈન્ડસ્ટ્રીયલ ઓફિસરશ્રી એ.કે.રાણા અને જિલ્લા માહિલા અને બાળ કચેરીના કર્મચારીઓ તથા ગ્રામીણ મહિલાઓ ઉપસ્થિત રહયા હતા.





