રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે મહિલા અને બાળ વિભાગ દ્વારા તેજસ્વીની જિલ્લા પંચાયત કાર્યક્રમ યોજાયો
ભારતમાં દર વર્ષે 24 જાન્યુઆરીને નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2008માં સૌપ્રથમ આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે ભારતમાં 16મો રાષ્ટ્રીય બાલિકા દિવસ 2024 મનાવવામાં આવ્યો છે.રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીનો હેતુ બાળકીઓને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો છે.
સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય બાલિકા દિવસના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી જેમાં અલગ અલગ સિદ્ધીઓ મેળવનાર અને અન્ય વિભાગો માથી પ્રસિદ્ધિ મેળવનાર દિકરીઓને આમંત્રિત કરવામાં આવી હતી જેમાં તેજસ્વીની જિલ્લા પંચાયત યોજવામાં આવી જે અંતર્ગત બાલિકાઓએ સમાજના મહિલાઓમાં પ્રશ્નો અને અન્ય પડતી મુશ્કેલીઓ તેમજ સમાજમાં મહિલાઓની ભાગીદારી જેવા અનેક મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા આ ચર્ચામાં ઉપસ્થિત રહીને દીકરીઓનો ઉત્સાહ વધાર્યો.
આજે લગભગ દરેક ક્ષેત્રમાં દેશની દીકરીઓની ભાગીદારી છે, પરંતુ ઘણા પરિવારો એવા છે જે દીકરીઓને જન્મ આપવા માંગતા નથી. એટલા માટે તેઓ તેમને ગર્ભમાં જ મારી નાખે છે. દેશમાં ગર્લ ચાઇલ્ડ ડે ઉજવવા પાછળનો સૌથી મોટો હેતુ છોકરીઓને સહાય અને વિવિધ તકો પૂરી પાડવાનો છે.
આ પ્રસંગે જિલ્લાની રમત ગમત ક્ષ્રેત્રે સિધ્ધિ હાંસલ કરેલ દિકરીઓને સન્માનિત કરાઇ તેમજ વ્હાલી દિકરીના લાભાર્થિઓને હુકમ પત્રો એનાયત કરાયા હતા.
આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના સદસ્યો તેમજ પદાધિકારીશ્રીઓ અને મહિલા અને બાળ વિકાસના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ અને અન્ય વિભાગીય અધિકારીશ્રીઓ તેમજ દીકરીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા








