RAJKOTUPLETA

‘કોટડા સાંગાણી’ ના આઇ. સી. ડી.એસ વિભાગ ના મુખ્ય સેવિકાને રાજ્યકક્ષાના કાર્યક્રમ માં એવોર્ડ વિતરણ.

કરીને સ્ત્રીત્વનું સમ્માન, કરીએ નારી ગૌરવનું ગાન”

૫ માર્ચ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી


મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્ર્મ યોજાયો હતો જેમા મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રી ભાનુ બેન બાબરીયા ના સ્વ હસ્તે રાજકોટ જિલ્લા ના કોટડા સાંગાણી તાલુકા ના આઇ. સી. ડી.એસ. વિભાગ ના મુખ્યસેવીકા ને ઝોન લેવલ નો એવોર્ડ આપવામા આવ્યો.

મહિલા હેલ્પલાઇન,મહિલા અધિકારોના વિધેયક વગેરે સાથે નારી ગૌરવની સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે.

પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેષભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપ પટેલ, સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, ઘારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, દર્શનાબેન વાઘેલા, કંચનબેન રાદડિયા અને અલ્પેશભાઈ ઠાકોર સહિત મહાનુભાવો પણ ઉપસ્થિત હતા ત્યારે રાજકોટ જીલ્લા ના કોટડા સાંગાણી તાલુકા ના આ. ઈ. સી.ડી.એસ વિભાગ ના મુખ્યસેવીકા ને એવોર્ડ મળતા બાળ વિકાસ યોજના અધિકારી અને રાજકોટ જોન વિભાગીય નાયબ નિયામક પૂર્વી બેન પંચાલ એ શુભેચ્છાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button