GUJARATHALOLPANCHMAHAL
હાલોલની કુમાર શાળામાં મેથ્સ સાયન્સ ક્લબ દ્વારા રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિનની ઉજવણી કરાઇ.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૪.૧૨.૨૦૨૩
કુમાર શાળા હાલોલમાં મેથ્સ સાયન્સ ક્લબ કાર્યરત છે.જે વર્ષ દરમ્યાન વિવિધ દિવસની ઉજવણી ધ્વારા વિદ્યાર્થી અને સામાજિક જાગૃતિ નુ કાર્ય કરે છે.આજરોજ 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ હોઈ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ 6થી 8ના લગભગ 100 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ પરમાર ધ્વારા ઊર્જા સંરક્ષણ અને ઉર્જાના કાર્યક્ષમ ઉપયોગ બાબતે વિદ્યાર્થીઓને સમજ આપી માહિતગાર કર્યા હતા.ઉર્જા બચત સાથે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતના ઉપયોગ પર ભાર મુક્યો હતો.સ્પર્ધામાં ભાગ લીધેલ બાળકો પૈકી શ્રેષ્ઠ 3 ચિત્ર દોરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

[wptube id="1252022"]









