BANASKANTHAGUJARATPALANPUR

યોગાંજલિ વિદ્યાવિહાર ખાતે સ્વાતંત્રતાપર્વનીઉજવણી કરવામાં આવી

18 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સમગ્ર દેશ આજે જ્યારે “મારી માટી મારો દેશ” આ વર્ષની સ્વાતંત્ર્ય થીમના રંગે રંગાઈ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે યોગાંજલિ કેળવણી મંડળ સંચાલિત યોઞાજલિ વિદ્યાવિહાર દ્વારા આજરોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે સુરેશભાઈ પંચાલ (મંત્રીશ્રી- રેડક્રોસ સોસાયટી સિદ્ધપુર) નાં વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. અતિથિ વિશેષ તરીકે શ્રીમતી બીનાબેન શાહ (ઇનર વ્હીલ ક્લબ સિધ્ધપુર) શ્રી કિરણભાઈ ઠાકર (ટેક્સ કન્સલટન્ટ-સિધ્ધપુર) તથા યોગાંજલિ કેળવણી મંડળના નિયમિકા સુ.શ્રી. રમીલાબેન ગાંધી, ડો.એન.બી.અજાણી- ડો.શ્વેતાબેન અજાણી(સહ નીયામક),શ્રીમતી પ્રવીણાબેન રાવ- શ્રી મહેશભાઈ રાવ (ટ્રસ્ટીશ્રી), કુ.જીજ્ઞાબેન દવે (સેક્રેટરી),કૈલાસબેન પટેલ, શાળાના આચાર્યશ્રી એ.એચ.શર્મા, હર્ષિદાબેન દવે સહિત યોગાંજલિ કેળવણી મંડળના સમગ્ર કાર્યકર્તાઓ, પૂર્વ શિક્ષકો,વાલીગણ, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.ધ્વજવંદનના કાર્યક્રમ ઉપરાંત યોગાંજલિ વિદ્યાવિહાર ની ધોરણ-૭ ની વિદ્યાર્થીની કુંભાર ભૂમિકા મહેન્દ્રભાઈએ મહર્ષિ શ્રી અરવિંદ વિશે સંસ્કૃતમાં પ્રેરક ઉદબોધન આપેલ.ત્યારબાદ બાલવાટિકાના ભૂલકાઓ દ્વારા સ્વાતંત્રસેનાનીઓ રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ, ભગતસિંહ ,રાજગુરુ ની વેશભૂષામાં તૈયાર થઈ સુત્રોચ્ચાર કરી વાતાવરણ દેશભક્તિમય કરેલ. આ કાર્યક્રમમાં યોગાંજલિ કેળવણી મંડળની એક શૌર્ય ગાથા રજુ કરતી મૌલિક એકાંકી ‘કોઈનો લાડકવાયો’ના લેખક-દિગદર્શક કિરણભાઈ તથા એકાંકીના કલાકારોનું શિલ્ડ અને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતું.આ એકાંકીમાં બાળ કલાકારો તરીકે યોગાંજલિ છાત્રાલય અને યોગાંજલિ વિદ્યાવિહારના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ તેમનું પણ સન્માન કરવામાં આવ્યુ હતું

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button