ઈડરના દામોદર વિસ્તારમા ગઠીયો ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી વેપારીને ૫ લાખનો ચૂનો લગાવ્યો


ઈડરના દામોદર વિસ્તારમા ગઠીયો ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી વેપારીને ૫ લાખનો ચૂનો લગાવ્યો
ઈડર તાલુકાના લેઇ ગામના રહીશ સતિષભાઇ પ્રભુદાસ પટેલ ઈડર દામોદર વિસ્તારમા બી.ઓ.બી. બેન્કમા ગ્રાહક સેવા કેન્દ્ર ચલાવે છે તેમને ઈડર પોલિસ સ્ટેશનમા નોંધાવેલ ફરીયાદ મુજબ અગાઉ તેમને તેમના ગામના જ નિર્મલભાઇ રમેશભાઇ પટેલ મારફ્તે તા.૦૨/૧૨/૨૦૨૨ ના રોજ ખોડાભાઇ ઉર્ફે કિશોરભાઇ રણછોડભાઇ ભરવાડ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કારીયાપુરના શખ્સ સાથે મુલાકત થતા તેમને એક-બિજાને પરીચય થયેલ જે વખતે આ ખોડાભાઇ ઉર્ફે કિશોરભાઈએ પોતે અમદાવાદ ક્રાઇમ બ્રાંચમા અંડરકવર ઓફીસર તરીકે નોકરી કરતા હોવાની ઓળખ આપી તેમજ પ્રેસ મિડીયાનુ કાર્ડ બતાવી વિશ્વાસ કેળવેલ હતો અને તેમની સાથે ફરિયાદીને અમારે અવાર-નવાર મુલાકત થતી હતી અને તે તેમના ઘરે પણ આવ-જા કરતા હતા અને તેઓ કહેલ કે કોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોઇ તેની માહિતી આપશો તો તે બદલ તમને એક જાગ્રુત નાગરીક તરીકે પ્રોત્સાહીત કરવા સારુ ઇનામ આપવા સરકારશ્રીમા ભલામણ કરવામા આવશે અને ખોડાભાઇએ પોતે ગુજરાત RTI એક્ટીવીસ્ટ કમિટીના પોતે હોદ્દેદાર હોવાનુ જણાવી લેઇ ગામના નિર્મલભાઇ અને કૌશલભાઇ બળવંતભાઇ ગોસ્વામી રહે.ડાલીસણા તા.ખેરાલુ જી.મહેસાણા વાળાને ઓળખકાર્ડ આપેલાનુ મારી જાણમા હતુ જેમા ગઇ તા.૦૭/૦૨/૦૨૩ ના રોજ સવારના આશરે દસેક વાગ્યે ફરિયાદી ઓફીસે હાજર હતા તે વખતે આ ખોડાભાઇ ઓફીસે આવી સતિષભાઈને જણાવેલ કે મે નવીન ગાડી ખરીદેલ હોઇ જેથી પૈસાની જરૂર હોઇ તમો મને રૂ.૫,૦૦,૦૦૦/- આપો હું તમને ગાડીની લોન મંજુર થયેથી પરત આપી દઇશ જેથી ફરિયાદીએ ખોડાભાઇ ઉર્ફે કિશોરભાઇને એક પ્રતિષ્ઠીત વ્યક્તી માની તેમના વિશ્વાસમા આવી ફરિયાદીએ તે જ દિવસે તેમને રૂ. રૂ.૫,૦૦,૦૦૦/- રોકડા આપેલ હતા જેથી સમયાંતરે અવાર-નવાર ખોડાભાઇ ઉર્ફે કિશોરભાઇ પાસે આ રકમની ઉઘરાણી કરતા ખોડાભાઇ ઉર્ફે કિશોરભાઇએ ગલ્લાતલ્લા કરી કોઇ રીતે રકમની ચુકવણી કરતા ન હતા સતિષભાઇએ રકમની ઉઘરાણી કરતા કોઇ રીતે રકમની ચુકવણી ન કરી બહાના બતાવતા હોઇ જેથી ફરિયાદીએ ટેલીફોનીક સંપર્ક કરતા કોઇ રીતે જવાબ ન આપતા ન હતા જેથી ફરિયાદી તેના ઘરે રૂબરૂ જતા તે અલગ અલગ વિભાગોમા જઇ પોતાની અલગ- અલગ ઓળખો આપતો હતો અને આજદીન સુધી તેમને મદદ પેટે આપેલી રકમ પરત આપેલ ન હોઇ જેથી ફરિયાદીએ પોતાની રીતે તપાસ કરતા આ ખોડાભાઇ ઉર્ફે કિશોરભાઇ કોઇ રીતે ક્રાઇમ બ્રાન્ચમા નોકરી કરતા ન હોવાનુ જણાતા તેમજ પોતે જ્યારે છેતરપીંડી કરવી હોય ત્યારે જે પ્રકારનો માણસ હોય અને જે વિભાગ લગતા કામ હોય તે વિભાગના અધિકારી તરીકેની પોતાની ઓળખ આપી છેતરપીંડી કરતો હોવાનુ કૌશલભાઇ બળવંતભાઇ ગોસ્વામી રહે.ડાલીસણા તા.ખેરાલુ જી.મહેસાણા દ્વારા જાણવા મળેલ હતુ અને આ ખોડાભાઇ ઉર્ફે કિશોરભાઇએ પોતે અમદાવાદ ક્રાઇમ બ્રાંન્ચમા નોકરી કરતા ન હોવા છતાં પણ પોતે એક રાજ્ય સેવકની ખોટી ઉભી કરી ફરિયાદીનો વિશ્વાસ કેળવી તેમની પાસેથી રૂ.૫,૦૦,૦૦૦/- લઇને પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાની જાણ થતા ફરિયાદી સતિષભાઈએ ખોડાભાઇ ઉર્ફે કિશોરભાઇ રણછોડભાઇ ભરવાડ રહે.કારીયાપુર તા.ધોળકા જી.અમદાવાદ વિરુધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી ઇડર પોલીસે ફરિયાદીની ફરીયાદના આધારે આગળની તપાસ હાથધરી છે
જયંતિ પરમાર સાબરકાંઠા








