વડગામ તાલુકાના કાલેડા ખાતે આવેલી અંજુમન હાઈસ્કૂલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી


18 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વડગામ તાલુકાના કાલેડા ખાતે આવેલી અંજુમન હાઈસ્કૂલમાં 77 માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવીજેમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઈસરાઈલ ભાઈ પરબડીયાના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું. ત્યારબાદ રાષ્ટ્રધ્વજ ને સલામી આપી રાષ્ટ્રગીત રાષ્ટ્ર ગાન અને ઝંડા ગીત નું ગાન કરી વિવિધ નારાઓ પુકારવામાં આવ્યા ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થયો જેમાં શાળાની ધોરણ નવ અને 10ની બાળા ઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું અને બીજા અન્ય વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો નજમ અને વક્તવ્ય દ્વારા સ્વતંત્રતાનું મહત્વ સમજાવવામાં આવ્યું શાળાના પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અબ્દુલભાઈ જુણકીયાએ બાળકોને સ્વતંત્રતા સંગ્રામ વિશે માહિતી આપી અને છેલ્લે શાળાના આચાર્યશ્રી એમ પી પરસાણી સાહેબે મહેમાનોની આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો









