Gondal: ગોંડલ શહેરની જાગૃતિ સ્કૂલમાં સ્વીપ અંતર્ગત “મતદાર જાગૃતિ” કાર્યક્રમ યોજાયો

તા.૯/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
વિદ્યાર્થીનીઓને મતદાર જાગૃતિ વિશેની સમજૂતી આપી, અચૂક મતદાન કરવાની અપીલ કરી
Rajkot, Gondal: લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ પ્રયાસો કરી રહ્યું છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી – ૨૦૨૪નો સૌથી મોટો અવસર આવી રહ્યો છે. આગામી તારીખ ૭ મેના રોજ ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટો પર મતદાન થશે. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને લોકસભા ચૂંટણી અન્વયે મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આ ઉપક્રમે સ્વીપના નોડલ ઓફિસર અને અધિક કલેકટશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ ગોંડલ શહેરમાં આવેલ જાગૃતિ સ્કૂલમાં “મતદાર જાગૃતિ” કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નાયબ મામલતદાર વાય.ડી.ગોહિલ દ્વારા હાજર તમામ વિદ્યાર્થીનીઓને મતદાર જાગૃતિ વિશેની સમજૂતી આપી તથા આવનાર લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં આપના પરિવારમાં જેમનું મતદારયાદીમાં નામ છે તેમને અચૂક મતદાન કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, BLOશ્રી, શાળાનો તમામ સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં હાજર દરેક વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.