BANASKANTHAGUJARATPALANPUR

ગાયત્રી વિદ્યાલય અને ઉચ્ચતર માધ્યમિક શાળા કંબોઈની પાંચ વિદ્યાર્થીનીઓને શ્રેષ્ઠ સંસ્કાર અને આચરણ માટે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત થયા 

11 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પૂજ્ય ગણિવર્ય કલ્પરક્ષિત મહારાજની પાવન નિશ્રામાં આનંદ પરિવાર આયોજિત  ‘ચાલો બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવીએ’ એ અંગેનો કાર્યક્રમ આજરોજ તારીખ 10 ડિસેમ્બર 23ના રોજ ભીલડી મુકામે યોજાયો. આ કાર્યક્રમમાં ધારાસભ્યો, આધિકારીઓ,આચાર્યશ્રીઓ, શિક્ષકો,રાજકીય આગેવાનો,સામાજિક કાર્યકરો, શાળા – મહાશાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.સંસ્કાર અને આચરણમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માન કરવામાં આવ્યું.ગાયત્રી વિદ્યાલય અને ઉચ્ચતર માધ્યમિક શાળા કંબોઈની પાંચ વિદ્યાર્થીનીઓને શ્રેષ્ઠસંસ્કાર અને આચરણ માટે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલએનાયત થયા.આ પ્રસંગે શાળા મંડળના પ્રમુખ શ્રી વેણીદેવસિંહ સોલંકી, સરપંચશ્રી, શાળાના આચાર્યશ્રી ડૉ.એન.કે.સોઢા અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button