AHAVADANG

ડાંગ: રવિવારે યોજાનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા સંદર્ભે GSRTC દ્વારા ડાંગ-વાંસદા થી એક્સ્ટ્રા બસો દોડાવાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં આગામી તા.૭મી મે ૨૦૨૩નાં રોજ તલાટી-કમ મંત્રીની પરીક્ષા યોજાનાર છે. જેમાં ૮ લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શકયતા છે.રાજ્યના યુવા ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી અવર જવર દરમિયાન પરિવહન વ્યવસ્થામાં સહેજ પણ મુશ્કેલી ન પડે તે માટે વાહનવ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીએ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી.

દરમિયાન વલસાડ એસ.ટી.ડિવિઝન દ્વારા પણ પરીક્ષા આપનાર ડાંગ, વાંસદા વિસ્તારના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા/ટ્વિટરના માધ્યમથી મળેલી એક્સ્ટ્રા બસ સર્વિસની રિકવેસ્ટને GSRTC એ સંવેદનાપૂર્વક લઈ બીલીમોરા અને આહવા ડેપોએથી એક્સ્ટ્રા બસ સર્વિસ ચલાવવાનો નિર્ણય લીધો છે.

મુસાફર જનતા એવા પરીક્ષાર્થીઓની સગવડ સાચવતા આહવાથી વહેલી સવારે ૫:૩૦ કલાકે આહવા-વાંસદા-સુરત બસ સર્વિસ, જ્યારે વાંસદાથી સવારે ૭:૦૦ વાગ્યે વાંસદા-સુરત બસ સેવા શરૂ કરવાનું આયોજન કરાયું છે.

આ ઉપરાંત આ અંતરિયાળ અને દુર્ગમ વિસ્તાર એવા ડાંગ, વાંસદના વિદ્યાર્થીઓની સુવિધા માટે આહવા અને વઘઇ ખાતેથી જરૂરિયાત અનુસાર વધુ બસ સર્વિસ આપી શકાય તે માટે ચાર થી છ જેટલી બસો અનામત રાખવામાં આવનાર છે. જેથી સમય સંજોગો અનુસાર તે પરીક્ષાર્થીઓ માટે ઉપયોગમાં લઈ શકાય.

વલસાડના વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ આહવા તથા બીલીમોરા ડેપો દ્વારા સંચાલિત આ બસ સેવાનો, ડાંગ-વાંસદાના પરીક્ષાર્થીઓને લાભ લેવા અનુરોધ કરાયો છે

ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષાનાં દિવસોમાં શાળા/કોલેજોમાં વેકેશન હોઈ સ્કુલ બસોનાં સંચાલકો જો તલાટી-કમ મંત્રીના ઉમેદવારોને પરિવહનની સેવા પૂરી પાડવા ઇચ્છતા હોય તો ખાસ કિસ્સામાં તા.૬/૫/૨૦૨૩ તથા તા.૭/૫/૨૦૨૩નાં રોજ આવી બસોને સ્ટેજ કેરેજ તરીકે ચલાવવાનો પણ રાજ્ય કક્ષાએ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શાળા/કોલેજની બસોના સંચાલકો તેમજ ખાનગી બસ સંચાલકો એસ.ટી નિગમની એક્સપ્રેસ બસનું ભાડું ઉમેદવારો પાસેથી વસુલ કરી બસનું સંચાલન કરી શકશે.

આ ઉપરાંત એસ.ટી નિગમની બસોમાં નિયમિત એક્સપ્રેસ મુસાફર ભાડાથી સેવાઓ પૂરી પાડવાનો પણ મહત્વનો નિર્ણય લેવા

[wptube id="1252022"]
Back to top button