
તા.૧૯/૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટ તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર – પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કસ્તુરબાધામ દ્વારા નવાગામ (આણંદપર) મુકામે નવાગામના સરપંચ શ્રી લાલજીભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને ગ્રામ સંજીવની સમિતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં નવાગામ અને વડાળી ગામના સમિતિના સભ્યો જોડાયા હતા.
આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કસ્તુરબાધામના આયુષ મેડિકલ ઓફિસર ડો. સરોજબેન જેતપરિયા દ્વારા સંજીવની સમિતિનું માળખું અને તેનું કાર્ય,આભા કાર્ડ, આયુષ્માન કાર્ડ અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
સેમિનારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સી.એચ.ઓ, એમ.પી.એચ.ડબલ્યુ, એફ.એચ.ડબલ્યુ, આશા વર્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સફળ સંચાલન એમ.પી.એચ.ડબલ્યુ મોહમ્મદ કીયાઝ બુખારીએ કર્યું હતું.
[wptube id="1252022"]