MAHISAGARSANTRAMPUR

મહિલા માટે આશીર્વાદરૂપ 181 અભિયાન ટીમ મહિલાને મદદ પહોંચી

રિપોર્ટર વિજય ડામોર મહીસાગર

મહીલાઓ માટે આશીર્વાદરૂપ અભયમ ટીમ મહીલાની મદદે પહોંચી 181 લુણાવાડા ટીમ

કાકા સસરાના હેરાનગતિથી તંગ બનેલી મહિલાએ અભયમ ટીમની મદદ માગી

મહીસાગર જિલ્લામાંથી 181 મહિલા હેલ્પ લાઈન પર પિડીત મહિલાનો કોલ આવતા તેમણે જણાવેલ કે તેમના કાકા સસરા પ્રોપર્ટી બાબતે તેમની સાથે ઝઘડો કરી તેમને મારઝૂડ કરે છે મહીસાગર અભયમ રેસ્ક્યું વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી પિડીત મહિલાનું કાઉન્સિલીંગ કરતાં તેમણે જણાવેલ કે તેમના કાકા સસરા પ્રોપર્ટી બાબતે ઝઘડો કરી તેમને મારઝૂડ કરે છે તેમના સસરા ની પ્રોપર્ટી છે જેઓ અત્યારે હયાત નથી પીડિતા તેમના પતિ અને બે છોકરા સાથે 7..8 મહિનાથી શહેરમાં રહેતા . આજ રોજ પિડીત મહિલા અને તેમના પતિ સાથે સાસરીમાં રહેઠાણ માટે આવ્યા ત્યાં તેમના કાકા સસરાને જાણ થતાં તેમનું આખું પરિવાર સાથે ઘરે આવીને. તમારો જમીન માં કોઈ હક નથી. જમીન અમારી છે તેમ કહીને ઝગડો કર્યો . પિડીત મહિલા અને તેમના પતિ ને મારઝૂડ કરેલ . પિડીત મહિલા જણાવેલ કે તેમના સસરા મૃત્યુ પામેલ પાંચ વર્ષ થયાં પરંતુ વારસાઈ કરવા દેતા નથી પીડિતાની સાસુ ને આખે દેખાતું ન હતું .તેમના કાકા સસરા તેમને કૂવામાં ધક્કો મારવાનો પ્રયાસ કર્યો. પીડિતા ના કાકા સસરા સ્થળ પર થી ભાગી ગયેલ ત્યારબાદ પિડીત મહિલાએ પોતાની આપવીતી જણાવી કાયમી રક્ષણ મળે તે માટે રજૂઆત કરવા પોલીસ સ્ટેશનમાં કાકા સસરા વિરૂદ્ધ અરજી અપાવી સુરક્ષા પૂરી પાડવા પોતાને સમયસર મદદ પોહચાડવા બદલ પીડિતાએ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

[wptube id="1252022"]
Back to top button