
14 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર ખાતે ઉપાસના વિદ્યાલયમાં કરુણા ઇન્ટરનેશનલ અંતર્ગત શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ચેન્નઈથી કરૂણા ક્લબના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીસુરેશ કાંકરિયાજી, રાષ્ટ્રીય સચિવ પદમજી તથા ઉતર ભારત કાર્યકારી અધ્યક્ષ શ્રીભુપેશજી તેમજ અન્ય અતિથિ વિશેષશ્રી તેમજ તાલુકાની વિવિધ શાળાના આચાર્ય તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો હેતુ માનવીય મૂલ્યોનું જતન થાય અને વિદ્યાર્થીઓમાં નૈતિકતાના ગુણ કેળવાય તે માટેનો હતો. કાર્યક્રમમાં સંસ્થાના બંને માધ્યમના આ આચાર્યશ્રીઑ તથા કાર્યકરો અને સંસ્થાના ટૂસ્ટીશ્રી તથા માર્ગદર્શકશ્રી સિદ્ધાર્થ સર પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકોને કરૂણા ક્લબના કાર્ય વિશે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી શાહીનાબેને કર્યુ હતું.





