
કેશોદ શહેરમાં રામનવમી ના દિવસે સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા નીકળે છે અને આ વર્ષે અયોધ્યામાં ભગવાન શ્રીરામ નીજ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવતાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેશોદના માંગરોળ રોડ પરથી શોભાયાત્રા નો પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગો પર પસાર થયેલ જેમાં વાહનો શણગારી ઝાંખી સાથે જોડાયેલા મંડળો સંસ્થાઓ, શોભાયાત્રા દરમ્યાન શરબત ઠંડા પીણાં આઈસ્ક્રીમ નાસ્તા ની વ્યવસ્થા કરનાર સંસ્થાઓ મંડળો,દાતાઓ, ડીજે સાઉન્ડ સીસ્ટમ વાળાઓ સહિત સહકાર આપનાર સૌને સન્માનિત કરવાનો સત્કાર સમારંભ શ્રી વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં રાખવામાં આવ્યો હતો. કેશોદ વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદેદારો પદાધિકારીઓ ના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કેશોદ શહેરમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા યોજાયેલી રામનવમી નિમિત્તે શોભાયાત્રા મા જોડાયેલા મંડળો સંસ્થાઓ દ્વારા પોતાના પ્રતિભાવો સુચનો રજૂ કર્યા હતાં. કેશોદના સામાજિક ધાર્મિક સંસ્થાઓ ના હોદેદારો પદાધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓ ઉપરાંત વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દુર્ગા વાહિની ના હોદેદારો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. વિશ્ર્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ વિશાલભાઈ સોલંકી અને લખનભાઈ કામરીયા એ સર્વે દાતાઓ મંડળો સંસ્થાઓ અને અધિકારીઓ સહિત સાથ સહકાર સૌનો આભાર માન્યો હતો અને ધાર્મિક સાંસ્કૃતિક રચનાત્મક સામાજિક કાર્યોમાં કાયમી સાથ સહકાર આપવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદઘોષક ડૉ ભુપેન્દ્રભાઈ જોષી અને લશ્કરી બાપુએ કર્યું હતું.
રીપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





