DAHOD

સંજેલી તાલુકામાં આવેલ શ્રી રાષ્ટ્રભક્તિ જન સેવા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી

તા.૦૧.૧૧.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી તાલુકામાં આવેલ શ્રી રાષ્ટ્રભક્તિ જન સેવા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી

સંજેલી તાલુકામાં આવેલ શ્રી રાષ્ટ્રભક્તિ જન સેવા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પીછોડા દ્વારા રાષ્ટ્રીય એકતા દીવસ – સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ભારત માતા ભક્તિ મંદિર પીછોડા ખાતે લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. શ્રી વિનોદકુમાર સોલંકી તેમજ શ્રીમતી અલ્પાબેન દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની છબીને ફૂલહાર પહેરાવીને સરદાર પટેલના નારા લગાવ્યા હતા. અખંડ ભારતનાં લોખંડી પુરુષના વિચારો જીવનમાં ઉતારવા અને રાષ્ટ્ર વિકાસના કાર્યોમાં સદાયે સહભાગી બની ભારતમાતાનું ઋણ ચૂકવીએ એવા દ્રઢ સંકલ્પ લીધા હતા. બાળકોને ચોકલેટો વહેંચીવામાં આવી હતી. આમ એકતા દિવસ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

[wptube id="1252022"]
Back to top button