BHUJGUJARATKUTCH

સરકારી ગેસ્ટ હાઉસ કે જાહેર ભવનોના ચૂંટણી સંબંધી પ્રતિબંધો જાહેર કરાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ, તા-14 મે : ભારતના ચૂંટણી પંચ તરફથી આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૧૬/૦૩/૨૦૨૪થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થયેલ છે. ચૂંટણીની કામગીરી તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી ચાલશે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવી છે.ભારતના ચૂંટણી પંચ તરફથી ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી ઉમેદવાર, રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો સરકારી ગેસ્ટ હાઉસ, ભવનો, સદનો, સરકીટ હાઉસ, ડાક બંગલો, રેસ્ટ હાઉસ કે કોઈ પણ ગર્વમેન્ટ એકોમોડેશન કે કેન્દ્ર કે રાજ્ય સરકારના પબ્લિક સેક્ટર અન્ડરટેકીંગના કોઈ પણ પ્રકારના એકોમોડેશનનો ચૂંટણી પ્રચાર, સભા યોજવા, પ્રેસ કોન્ફરન્સ યોજવા માટે ઉપયોગ ન કરે તે માટે તા.૦૮/૦૧/૧૯૯૮, તા. ૦૬/૦૪/૨૦૦૪ તથા તા.૦૧/૦૪/૨૦૦૬ના પત્રોથી સૂચનાઓ આપવામાં આવેલી છે. આ સૂચનાઓ મુજબ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન ચૂંટણી ઉમેદવાર, રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો દ્વારા ઉપરોક્ત તમામ એકોમોડેશનોના ઉપયોગ સંબંધે નીચે મુજબ હુકમો કરવા જરૂરી જણાય છે.કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરાએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તળે કોઈપણ સમાવેલા હુકમ મુજબ ચૂંટણી ઉમેદવાર/રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો સરકારી ગેસ્ટહાઉસ, ભવનો, સદનો, સરકીટ હાઉસ, ડાક બંગલો, રેસ્ટ હાઉસ કે કોઈ પણ ગવર્નમેન્ટ એકોમોડેશન કે કેન્દ્ર કે રાજ્ય સરકારના પબ્લીક સેક્ટર અન્ડરટેકીંગના કોઈ પણ પ્રકારના એકોમોડેશનનો ચૂંટણી પ્રચાર, સભા યોજવા, પ્રેસ કોન્ફરન્સ યોજવા માટે ઉપયોગ કરી શક્શે નહીં. કોઈપણ એકોમોડેશન ફક્ત રહેવા અને જમવા માટે જ ફાળવી શકાશે. તે સિવાય આ એકોમોડેશનો કે તેના પ્રિમાઈસીસનો કોઈ ઉપયોગ થઈ શક્શે નહીં. આ એકોમોડેશનોમાં રાજકીય પક્ષોના સભ્યો સામાન્ય બેઠકો પણ યોજી શક્શે નહી. જે વ્યક્તિને એકોમોડેશન ફાળવવામાં આવેલ હોય તેનું જ એક વાહન(એક કરતા વધારે વાહનોનો ઉ૫યોગ કરતા હોય તો બે થી વઘુ નહીં.) જે તે એકોમોડેશનના કમ્પાઉન્ડમાં રાખી શકાશે. એકોમોડેશન વધુમાં વધુ ફક્ત ૪૮ કલાક માટે જ આપી શકાશે. જે રાજકીય પદાઘિકારીશ્રીઓને ઝેડ કક્ષાની (Z-સ્કેલ) અથવા તેનાથી વધુ કે તેને સમાન સિક્યોરીટી આપવામાં આવેલી હોય તેવા વ્યક્તિઓને પ્રવર્તમાન જોગવાઈઓને આધારે એકોમોડેશન આપી શકાશે. પરંતુ આ એકોમોડેશન, જો પહેલેથી ચૂંટણી સંબંધિત અધિકારીઓ કે ઓબ્ઝર્વરોને ફાળવવામાં આવેલ હશે તો તે પોલિટીકલ ફંકશનરીને ફાળવી શકાશે નહી.આ જાહેરનામું સમગ્ર કચ્છ જિલ્લામાં લાગુ પડશે. આ જાહેરનામું ચૂંટણી ઉમેદવાર/રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરોને લાગુ પડશે. આ જાહેરનામાનો અમલ તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી કરવાનો રહેશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button