
વિજાપુર આસોડા ગામના ઇસમને ચેક રીટર્ન ના કેસમાં છ માસની કોર્ટે સજા ફટકારી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આસોડા ગામના ઇસમે ધિરાણ કરતી શિવશક્તિ કો ઓપ ક્રેડિટ સો લી પાસેથી લીધેલી ધિરાણ ની રકમ આપેલી શરતી તારીખ પ્રમાણે પરત નહિ કરતા શિવશક્તિ ક્રેડિટ સોસાયટી લી દ્વારા તેની ઉઘરાણી કરતા ઇસમે રૂપિયા બે લાખ એકસો તેતાલીસ નો કુકરવાડા ની બેંકનો ચેક આપેલ જે ચેક પરત ફરતા તેની જાણ કરવામાં આવતા તેનો કોઈ જવાબ નહીં મળતા ઈસમ સામે વકીલ આઇજે વાઘેલા મારફત શિવશક્તિ કો ઓપ ક્રેડિટ સોસાયટી ના મેનેજર જોશી હિરેન કુમાર સુરેશભાઈ એ ફરીયાદ નોંધાવી હતી જે કેસ તાલુકાની અદાલત માં અડી ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ કુમારી પૂજા કનૈયાલાલ દવે ની સમક્ષ ચાલી જતા તેઓ એ આરોપી રબારી ગોવિંદભાઇ કલ્યાણ ભાઈ ને છ માસની સજા તેમજ રૂપિયા બે લાખ એકસો તેતાલીસ રૂપિયા પૂરા નું વળતર ચૂકવવા માટે કોર્ટે હુકમ કર્યો હતો ફરીયાદી ના પક્ષે વકીલ આઈ જે વાઘેલા ઉપસ્થિત રહયા હતા





