Palanpur:મલાણા મુકામે વિઘ્નદોડમાં જિલ્લામાં પ્રથમ આવનાર બાળાનું સન્માન કરવામાં આવ્યું

9 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
આજ રોજ રવિવારના દિવસે એક જોરદાર જાગૃતિ કહી શકાય તેવો કાર્યક્રમ મલાણા મુકામે યોજાયો. જેમાં ઉપસ્થિત તમામ લોકોનું ફૂલહાર અને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યુ.માજીરાણા ભીલ યુવક મંડળ દ્વારા મલાણા શાળાની રાજ્ય કક્ષાએ રમનાર બાળા અંજલી દિલીપભાઈ ભીલ અને જિલ્લા કક્ષાએ સુંદર પ્રદર્શન કરનાર વંદના મેલાભાઈ ભીલ નું સન્માન કરવામાં આવ્યું.આ પ્રસંગે સમાજ દ્વારા શાળાની ભૂમિકાને યાદ કરી એમને આમંત્રિત કરવામાં આવ્યા.અને આવા સમાજ ઉત્કર્ષના યજ્ઞમાં સહભાગી થનાર પરિવારના આચાર્ય તરીકે શ્રી ભરતભાઈ જોશી તેમજ સાથી ગુરૂજીઓ શ્રી ઘેમરભાઈ,જીતુભાઈ ,વિનુભાઈનું સન્માન કરવામાં આવ્યું.આ પ્રસંગે ભરતભાઈ જોશી અને વિનુભાઈ દ્વારા સમાજમાં શિક્ષણની આવશ્યકતા બાબતે સમજ આપવામાં આવી.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન યુવા સમાજના પ્રમુખ શ્રી હરેશભાઈ અને તેમની ટીમ તેમજ સામાજિક આગેવાન શ્રી કાંતિભાઈ ભીલ તેમજ સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું.આ પ્રસંગે બંને બાળાઓ ને યુવા સમાજના પ્રમુખ શ્રી હરેશભાઈ અને સમાજના ભાઇઓ બહેનો દ્વારા પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શ્રી રામજીભાઇ રોટાતર દ્વારા બંને બાળાઓને પોર્ટ ફોલીઓ ફાઈલ આપી સન્માન કરવામાં આવ્યું.આ પ્રસંગે શ્રી અમરતભાઈ તલાટી સાહેબ, વિક્રમભાઈ રાણા, હરેશભાઈ, તેમજ યુવા મંડળ ,પ્રવિણ ભાઈ, હસમુખભાઈ, દિલીપ ભાઈ, ગોવાજી, કાંતિભાઇ,રામસંગજી, તેમજ વડીલો, યુવાનો, બહેનો, બાળકો, ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમના એંકરીંગ તરીકે રામજીભાઈ રોટાતર હતા, આભાર વિધિ વિક્રમભાઈ રાણા એ કરી હતી.





