કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી શીવરાત્રી તહેવાર સબબ પ્રોહિ-જુગાર ડ્રાઈવ સબબ કેશોદ ટાઉન વિસ્તારમાથી ઈંગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-૩૩ કી.રૂ-૨૫૧૫૦/- તથા ઓટો રીક્ષા મળી કુલ કી.રૂ-૫૫૧૫૦/- ના મુદામાલ સાથે એક ઈસમને પકડી પાડતી કેશોદ સર્વેલન્સ સ્કોડ
કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી શીવરાત્રી તહેવાર સબબ પ્રોહિ-જુગાર ડ્રાઈવ સબબ કેશોદ ટાઉન વિસ્તારમાથી ઈંગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-૩૩ કી.રૂ-૨૫૧૫૦/- તથા ઓટો રીક્ષા મળી કુલ કી.રૂ-૫૫૧૫૦/- ના મુદામાલ સાથે એક ઈસમને પકડી પાડતી કેશોદ સર્વેલન્સ સ્કોડ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નીલેશ જાંજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓ દ્વારા દારૂબંધી તથા જુગાર બંધી અન્વયે કડક સુચના અનુસાર ડી.વી.કોડીયાતર સાહેબ કેશોદ વિભાગ કેશોદના માર્ગદર્શન હેઠળ દારૂ-જુગારની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એ.બી.ગોહિલનાઓ એ દારૂ-જુગારની પ્રવૃતી કરતા ઇસમોને પકડી પાડવા અને કાયદેસરની કાર્યવાહિ કરવા કેશોદ પોલીસ સ્ટાફ તથા બીટ ઇન્ચાર્જશ્રી તથા સર્વેલન્સ સ્ટાફને અલગ થી બ્રીફીંગ કરી પેટ્રોલીંગ કરવા સુચના આપેલ તેમજ સર્વેલન્સ ઈન્ચાર્જ પો.સ.ઈ શ્રી આર.એમ.વાળા દ્વારા સર્વેલન્સ સ્ટાફને ડ્રાઈવ દરમ્યાન અનુસંધાને પો.હેડ કોન્સ. કે.જે.ડાભી તથા પો.કોન્સ. રવિભાઈ જગદીશભાઈ ધોળકીયાને સંયુક્તમા ચોક્ક્સ બાતમી હકિકત મળેલ કે કેશોદ ટાઉન વિસ્તારમાં એક અતુલ રીક્ષા રજી નં-GJ-11-UU-0219 વાળીમા ઈંગ્લીશ પીવાનો દારૂનો જથ્થો આવનાર છે જે મળેલ હકિકતતના આધારે વોચ ગોઠવી રેઈડ કરતા ઉપરોક્ત રીક્ષા ચાલક સેહજાદભાઈ ઉર્ફે ટીટો સતારભાઈ મકરાણી તેમજ હાજર નહિ મળી આવેલ સોહિલભાઈ નજીરભાઈ નારેજા, અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના ઈંગ્લીશ પીવાના દારૂ બોટલ નં-૧૩૩ કી.રૂ-૨૫૧૫૦/- તથા રીક્ષા.કી.રૂ- ૩૦,૦૦૦ કુલ કી.કી.રૂ.૫૫૧૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી કેશોદ સર્વેલન્સ સ્કોડ કામગીરી કરનાર અધિકારી શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.ગોહિલ તથા પો.સબ ઈન્સ. આર.એમ.વાળા તથા પો.હેડ કોન્સ. કિરણભાઇ ડાભી તથા પો.કોન્સ. કરણભાઈ ભાટીયા તથા પો.કોન્સ. રવિભાઈ ધોળકીયા,સંજયભાઈ ઓડેદરા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ










