
ક
રબલાના ધગધગતા મેદાનમાં સચ્ચાઈ માટે હજરત ઇમામ હુસેન (ર.દિ.)એ પોતાના ૭૨ જાંનિસાર સાથીઓ સાથે શહાદત વહોરી હતી તેની યાદમાં મનાવવામાં આવતા મહોરમના પર્વની જંબુસર શહેરમાં ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં મનાવવામાં આવ્યો હતો
જંબુસર શહેરમાં ગંજ શહિદ દાદા, જલાલપુરા, .તલાવપુરા,.કસબા , માઇનોલીમડો,મગણાદિભાગોળ.ભાગલીવાડ.પઠાણી ભાગોળ ,અજમેરી નગરી સહિતના તાજીયાઓ ઇમામ વાડ ખાતે આવ્યાં હતાં આ પ્રસંગે ઇમામવાડા ખાતે તાજીયા કમિટી દ્વારા શરબત, ઠંડા પીણાની સબીલો રાખવામાં આવી હતી.જંબુસર માઈના લીમડા ખાતે જંબુસર ટાઉન ના તાજીયાઓ ભેગા થયા હતાજ્યાં તાજીયા કમિટી દ્વારા અધિકારીએ, અગ્રણીઓ, નું સન્માન કરાયું હતું.ત્યારબાદ તમામ તાજીયા શહેરના માર્ગોપરથી પસાર થઈ ભાગલીવાડ ચોરા પાસે પહોંચ્યા હતા. અને તાજીયા ઠડાં કરવામાં આવ્યા હતા.iજંબુસર પોલીસ દ્વારા કોઈ અનિછનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





