
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જમશેદ બાગ ખાતે આવેલી સર જે. જે. પ્રાયમરી શાળાના ધોરણ ૧ થી ૫ ના બાળકોની Inter House Skating Competition યોજાઇ હતી. આ સ્પર્ધા Wadia, Petit, Tata, Naoroji House ના બાળકો વચ્ચે યોજાઈ હતી. જેમાં દરેક બાળકોએ ભાગ લીધો હતો. શાળાના આચાર્યશ્રી તેમજ દરેક શિક્ષકોએ સ્પર્ધામાં હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સ્પર્ધામાં ટેનાસીટી, ક્વોડ અને ઈનલાઈન એમ અલગ-અલગ સ્પર્ધામાં ધોરણ ૧ થી ૫ ના બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ધોરણ મુજબ ત્રણ વિજેતા જાહેર કરી શાળાના આચાર્યશ્રી દ્વારા બાળકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના સ્કેટિંગ શિક્ષક ભરતભાઈ રેશમવાલા તેમજ રેખાબેને બાળકોને તૈયારી કરાવી હતી. તેમજ શાળા પરિવારના સ્ટાફમિત્રોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં.
[wptube id="1252022"]





