
ડી.એન.પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના ખેલાડીઓ વર્ષ દરમિયાન જુદી જુદી અનેક રમતોમાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપી મેડલો જીતીને સ્પોર્ટ્સમાં ડીસા કોલેજનું અને શહેરનું ગૌરવ વધારતા હોય છે.તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા યોગાસન સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતીને રાજ્ય કક્ષાએ પસંદગી થઈ નવસારી ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય યોગાસન સ્પર્ધામાં ભાગ લઈ 21 થી 25 વય ગ્રુપમાં ઠાકોર વાસ્તુજી એ સિલ્વર મેડલ અને16થી18 વય ગ્રુપમાં ઠાકોર ઉર્મિલાએ બ્રોન્ઝ મેડલ જીતેલ છે તથા રાઠોડ શંભુ ચોથા નંબરે આવેલ.ઠાકોર વાસ્તુજી અને ઠાકોર ઉર્મિલાની આગામી મહિનામાં કોલકત્તા ખાતે યોજાનાર નેશનલ યોગાસન સ્પર્ધામાં પસંદગી પણ થયેલ છે.મેડાલીસ્ટ આ ખેલાડીઓને ડીસા કોલેજના ટ્રસ્ટીશ્રીઓએ તથા પ્રિન્સિપાલશ્રી રાજુભાઈ રબારી અને સ્પોર્ટ્સ વિભાગના અધ્યક્ષ ડૉ.આર ડી ચૌધરીએ ખૂબ ખૂબ અભિનંદન આપી નેશનલ કક્ષાએ સુંદર પરફોર્મન્સ આપવા માટે શુભકામનાઓ પાઠવી હતી
ભરત ઠાકોર ભીલડી










