
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તા.૨૫ મીએ જિલ્લા પંચાયત નવસારીના સિઝન ક્રિકેટ રમતા કર્મચારીઓનું સિલેકશન કરાશે
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જિલ્લા પંચાયત નવસારીની યાદીમાં જણાવે છે કે, ૩૨ મી આંતર જિલ્લા પંચાયત સ્વ બળવંતરાય મહેતા ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૪ આગામી ફેબ્રુઆરી-૨૦૨૪ માં મોરબી ખાતે યોજાનાર છે. જેમાં જિલ્લા પંચાયત નવસારીની ટીમ પણ ભાગ લેનાર છે. આ ટીમ માટે સિલેકશન તા. ૨૫/૦૧/૨૦૨૪ ના રોજ સવારે ૮-૩૦ કલાકે અગ્રવાલ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, વિરાંજલી માર્ગ, નવસારી ખાતે રાખવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત નવસારી હેઠળના સિઝન ક્રિકેટ રમતા હોય તેવા કર્મચારી/સહાયકોને સિલેકશન સ્થળે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
[wptube id="1252022"]





