GUJARAT

રાજપીપલા નજીક ખામર પાસેથી પ્રતિબંધીત ખેરના લાકડાનો ૧૧ ટન જથ્થો એલસીબી નર્મદાએ ઝડપી લીધો 

રાજપીપલા નજીક ખામર પાસેથી પ્રતિબંધીત ખેરના લાકડાનો ૧૧ ટન જથ્થો એલસીબી નર્મદાએ ઝડપી લીધો

પ્રોહીબિષનની વોચ દરમિયાન એલસીબી નર્મદાને પ્રતિબંધીત ખેરના લાકડાનો જથ્થો લઇ જતી ટ્રક મળી આવી

જુનેદ ખત્રી : રાજપીપલા

આગામી ૩૧ ડિસેમ્બર અનુસંધાને આંતરરાજ્ય દારૂની હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી વધુમાં પ્રોહીબીશનના કેસો શોધવાની સુચના અનુસંધાને આર.જે.ગોહીલ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. નાઓના માર્ગદર્શન નીચે એલ.સી.બી. ટીમના માણસો પ્રોહિ અંગેની વોચ તપાસમા હતા દરમ્યાન મોજે ખામર ગામ નજીક બીટ્ટુ પંજાબી ઢાબા પાસે હાઇવે રોડ ઉપર એક ટ્રક નંબર MP 09 KC 8368 ની શંકાસ્પદ હાલતમાં જણાતા ટ્રકને રોકી ટ્રકમાં ઝડતી તપાસ કરતા ટ્રકમાંથી પ્રતિબંધીત અંદાજીત ૧૧ ટન જેટલા ખેર વૃક્ષના લાકડાનો જથ્થો મળી આવતા મુદ્દામાલ અને આરોપીઓ (૧) યુનુસ સમશેર અલી શાહ રહે.ભોલા બજાર, ૮૦ ફૂટ રોડ, નીઅર ઉસ્માન મીયા મસ્જીદ, ધુલે, તા.જી.ધુલે (મહારાષ્ટ્ર) (૨) ખલીલ અહમદ અકીલ અહમદ શેખ રહે.સાકરી રોડ, પાવર હાઉસ, નેહરુ પુતળા નજીક, શ્રી રામ કોમ્પ્લેક્ષ, ધુલે તા.જી.ધુલે (મહારાષ્ટ્ર) ને આગળની કાર્યવાહી માટે વન વિભાગ નર્મદા, રેન્જ ફોરેસ્ટ ઓફીસર, રાજપીપલાને સોંપતા રેન્જ ફોરેસ્ટ ઓફીસર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે

બોક્ષ

આટલો મોટો પ્રતિબંધીત ખેરના લાકડાનો જથ્થો પોલીસે શોધી કાઢ્યો છે ત્યારે રાજપીપલા વન વિભાગની રાત્રિ પેટ્રોલિંગ સહિત સર્ચ ની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે

[wptube id="1252022"]
Back to top button