GUJARATJETPURRAJKOT

Rajkot: જુનિયર નેશનલ ખો- ખો ચેમ્પિયનશીપ માટે રાજકોટના બે ખેલાડીઓની પસંદગી

તા.૫/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રાજય સરકાર દ્વારા રમત ગમતક્ષેત્રે પ્રતિભાઓ આગળ આવે એ માટે પ્રતિ વર્ષ ખેલ મહાકુંભ યોજવામાં આવે છે. ત્યારે તાજેતરમાં જુનિયર નેશનલ ખો- ખો ચેમ્પિયનશીપ માટે રાજકોટના બે ખેલાડીઓની પસંદગી થઇ છે.

૩૩ સબ જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશીપ અને ૪ર જુનિયર નેશનલ ખો- ખો ચેમ્પિયનશીપ માટે ગુજરાત રાજ્ય ખો-ખો એસોસિએશનની સબ જુનિયર અને જુનિયર ભાઈઓ અને બહેનોનું સિલેક્શન ગત તા.૦૩/૧૨/૨૩ ના રોજ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ શહેર ખો ખો એસોસિયેશનની બહેનો તેમજ ભાઈઓની ટીમ મોકલવામાં આવી હતી. જેમાં નેશનલ માટે રાજકોટ શહેરમાંથી વંશ ઉર્વશી અને વાજા દર્શનાનું સિલેક્શન સબ જુનિયર નેશનલ માટે થયું હતું. તેમના કોચ શ્રી સુદીપ મશ્કર અને ટ્રેનરશ્રી અનિલ ડાભી તેમજ રાજકોટ શહેર ખો-ખો એસોસિએશનના મંત્રીશ્રી મયુર કે. ટોળીયા દ્વારા આ બંને ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમ રાજ્કોટ શહેર ખો-ખો એસોસિયેશનની યાદીમાં જણાવાયુ છે.

[wptube id="1252022"]
Back to top button