DAHOD

દાહોદ તાલુકાની પુંસરી પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

તા.૧૧.૦૪.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ તાલુકાની પુંસરી પ્રાથમિક શાળા તા:જિ દાહોદ ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો

વિદાય’ આમ તો કરુણતા ભર્યો, આંખોને ભીની કરી દેતો શબ્દ છે. પણ વિદાયની પાછળ આનંદ અને દુઃખ બન્ને હોય છે. વિદ્યાર્થીઓ શાળા છોડીને જાય તેનું દુઃખ તો થાય જ પણ હૃદયને દુઃખથી પણ વધુ આનંદ આપતી ક્ષણ એટલે ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ

જૂજ વર્ષ જુની આ દોસ્તી તુટશે અમારી,મનગમતી મહેફિલ છૂટશે આજ અમારી,તમને મળવા આવશું ત્યારે ધીરજ ખૂટશે અમારી કેમ કરી ભૂલાય આ વહાલી શાળા અમારી આનંદનું કારણ કહું તો એમની અંદર રોપેલાં સંસ્કાર રૂપી બીજનો આનંદ, એમની અંદર રોપેલાં વિદ્યા પ્રત્યેની જાગૃતતાનો આનંદ, એમની અંદર રોપેલ જ્ઞાનનો આનંદ. ધોરણ-૧માં આવે ત્યારે વર્ગખંડમાં બધાની સાથે કેવો વ્યવહાર કરવો ? ક્યાં શબ્દો વાપરી વાતચીત કરવી? કઇ રીતે લાઈનમાં બેસવું? આવું તો ઘણું બધું. અમુક વાક્યોમાં કહું તો અજ્ઞાન થી જ્ઞાનની યાત્રા, શૂન્યથી સો ની યાત્રા. પાટીમાં લિટો કરતા શીખવાથી લઈ ને પેપરને સુંદર કઈ રીતે લખવાનું શિક્ષણ ક્યાંયથી મળતું હોય તો એ છે પ્રાથમિક શાળ

પ્રાથમિક શાળા પરિવાર તરીકે આનંદ થાયકે એ કાર્યમાં અમે મહદ અંશે સફળ થવા પ્રયત્નો કર્યા. અમારી પૂર્ણ તાકાત અને અમારી ક્ષમતાઓને વાપરી વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો સફળ પ્રયાસ અમે કરી શક્યા.એટલે જ લખું છું કે વિદાયના દુઃખથી પણ વધુ વિદ્યાર્થીઓ ને જ્ઞાનના સાગરમાં તરતા શીખવવાનો આનંદ થાય છે  આજના કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ ‘મારી શાળા વિશે એક વિચાર’ પોતાના હસ્તાક્ષર દ્વારા ચાર્ટ પર લખીને પોતાની લાગણી અને પ્રેમ દર્શાવ્યો હતો. સાથોસાથ શિક્ષક મિત્રો દ્વારા ભવિષ્યને લગતા શૈક્ષણિક માર્ગદર્શન માટે શાળા પરિવાર આપ સૌની સાથે જ છે અને રહેશે તેવો ભાવ પ્રગટ કર્યો હતો  વિદાય લઈ રહેલા તમામ બાળકોને શાળા પરિવાર વતી પ્રીતિ ભોજ તરીકે પાઉં-ભાજીનું ભોજન સાથે લીધું હતું

[wptube id="1252022"]
Back to top button