AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ફરી ગુજરાતમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન વિભાગે વરસાદની વકી વ્યક્ત કરી છે. આગામી બેથી ત્રણ દિવસ વરસાદ ઓછો રહેશે. ત્યારબાદ 4 થી 5 એપ્રિલ સુધી વરસાદ વધુ જોવા મળશે.ચોમાસાની જેમ જ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ,ગાંધીનગર,  મહેસાણા,  સાબરકાંઠા,  બનાસકાંઠા,  પાટણમાં વરસાદ રહેશે. સાથે સાથે સૌરાષ્ટ્રના જામનગર દ્વારકા,  રાજકોટ,  સુરેન્દ્રનગર,  ભાવનગરમાં કેટલીક જગ્યાએ વરસાદ રહેવાની શક્યતા છે..દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચમાં વરસાદની આગાહી છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ સક્રિય થતા કમોસમી વરસાદ થશે..આગામી ત્રણ દિવસ બાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે.

[wptube id="1252022"]
Back to top button