સોસાયટી ફોર બડિંગ બાયોલોજીસ્ટ એન્ડ નેચર ક્લબ દ્વારા હેન્ડસ ઓન ટ્રેનિંગ ઓન પ્લાન્ટ પ્રોપેગેશન મેથડસ્ નું આયોજન


20 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડીસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુર, સોસાયટી ફોર બડિંગ બાયોલોજીસ્ટ એન્ડ નેચર ક્લબ દ્વારા હેન્ડસ ઓન ટ્રેનિંગ પ્રોગ્રામ “પ્લાન્ટ પ્રોપેગેશન મેથડસ”નું આયોજન કરવામાં આવેલ છે જેમાં મુખ્ય અતિથિ તરીકે મંડળના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડોક્ટર કેડી સામલ સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા હતા તેમજ તેમની સાથે બાયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડો. એમ કે પટેલ તથા નેચર ક્લબના કન્વીનર ડો. સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા આશિર્વચનથી આ કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. ડબગર સાહેબે પણ પરોક્ષ આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં અંગ્રેજી વિભાગ ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. શીતલ ચૌધરી તથા આ.પ્રો. હેતલ પણ ઉપસ્થિત રહ્યા અને સક્રિય ભાગ લીધો. કાર્યક્રમ માં બોટની વિભાગ ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ધ્રુવ પંડ્યા દ્વારા વનસ્પતિનું કઈ રીતે અલગ અલગ પદ્ધત્તિ દ્વારા સંવર્ધન કરાવી શકાય, સુશિભાનીય તથા ઔષધિય વનસ્પતિઓમાં સંવર્ધન વિશે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી માહિતી આપી હતી. સાથે સાથે તૈયાર રુટીગ થયેલા નમૂનાઓ બતાવીને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. વિદ્યાર્થીઓએ કાર્યશાળા દરમિયાન સંસ્થાના બોટનિકલ ગાર્ડનમાં કેમ્પસની વનસ્પતિઓનું કટિંગ દ્રારા નર્સરી બેગમાં રોપણ કર્યુ હતું. આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં લગભગ 80 થી 90 વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી સક્રિય રીતે ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થામાં ટી. વાય. બોટનીના વિધાર્થીઓ, લેબ આસિસ્ટન્ટ શ્રી વિક્રમભાઈ પ્રજાપતિ અને શ્રી અશોકભાઈ ચૌધરી, સેવક મિત્રો શ્રી કેશાભાઈ ઠાકોર, શ્રી લલિતભાઈ તથા શ્રી કુરેશિભાઈએ ખૂબ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો. આ કાર્યક્રમમાં આભાર વિધિ કુ. અંકિતા કુગશિયા દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રગીત દ્વારા કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો. આ સમગ્ર આયોજન તથા સંચાલન બોટની વિભાગ ના પ્રાધ્યાપકો ડો. ધ્રુવ પંડ્યા, ડો. હરેશ ગોંડલીયા તેમજ કુ. અંકિતા કુગશિયા દ્વારા કરવામાં આવ્યું હતું.









