HIMATNAGARSABARKANTHA

હિંમતનગર સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે રમતગમત સ્પર્ધા “સ્પંદન ૨૦૨૩” યોજાશે

હિંમતનગર સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે રમતગમત સ્પર્ધા “સ્પંદન ૨૦૨૩” યોજાશે

 

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે પશુપાલન એકમ અને ફીશરીઝ સાયન્સના અનુસ્નાતક કેન્દ્ર હિંમતનગર ના યજમાન પદે આંતર કોલેજ રમતગમત સ્પર્ધા “સ્પંદન ૨૦૨૩” યોજાશે.

“સ્પંદન ૨૦૨૩ ” કાર્યક્રમ અંતર્ગત આજે તા. ૨૦ અને ૨૧ જાન્યુઆરી 2023ના દિવસે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા યુનિવર્સિટીની વિવિધ કોલેજોની બે દિવસીય આંતર કોલેજ સ્પર્ધા યોજાશે. જેમાં કામધેનુ યુનિવર્સિટી ની વેટેનરી સાયન્સ, ડેરી સાયન્સ અને ફિશરીઝ સાયન્સની કુલ ૧૦ કોલેજોના અંદાજિત ૨૫૦ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ભાગ લેશે. આ સ્પર્ધામાં વિવિધ રમતો જેવી કે ૧૦૦ મીટર થી લઈને ૫૦૦૦ મીટર સુધીની દોડ, લાંબી કુદ, ગોળા ફેક, ચક્ર ફેક, બરછી ફેંક વગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવશે.

રિપોર્ટ,જયંતિ પરમાર

[wptube id="1252022"]
Back to top button