
તા.૦૩.૦૭.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ શહેર
ના હનુમાન બજાર દાહોદ રામજી મંદિર ખાતે ગુરૂ પુનમ મહોત્સવ ની ઉજવણી
દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવેલ રામજી મંદિર ખાતે શ્રી રામજી મંદિરના મંહત મહામંડલેશ્વર શ્રી જગદીશ મહારાજ ના સાનિધ્યમાં ગુરૂ પુણિમા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રામજી મંદિર ખાતે ગુરુ પાદુકા પુજન હવન નો કાયૅક્રમ રાખવામાં આવ્યો હતો ગુરુ વગર જ્ઞાન અધુરુ છે દરેક વ્યક્તિએ એક ગુરૂ બનાવી તેમના આદર્શો તથા જીવન મૂલ્યો ને જીવન માટે શીખામણ લેતા હોય છે રામાનંદ પાકૅ દાહોદ ખાતે ભોજન પ્રસાદી લઈ ભાવિકો ભકતો શ્રધ્ધાળુઓ એ રામજી મંદિર ના મંહત શ્રી જગદીશ મહારાજ ના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. આ અવસર પર રામાનંદ પાકૅ સેવા સમિતિના સેવાભાવી સભ્યો એ ખડેપગે સેવા આપી હતી. દાહોદ જીલ્લાના વિવિધ મંદિરમાં. સંસ્થાઓ મા પાદુકા પુજન અને ગુરૂ પુજન તથા સત્સંગ ના કાયૅક્રમ યોજવામાં આવ્યા હતા








