હાલોલ માં ડાયરેક્ટ અને ઇન્ડાયરેક્ટ ટેક્સિસ તથા કલમ 43(B)h માટેનો સેમિનાર યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૨.૨૦૨૪
ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલટન્ટ, ટેક્સ પ્રેકટીશનર્સ એસોસિએશન હાલોલ તેમજ લઘુ ઉદ્યોગ ભારતી હાલોલ એકમ ના સંયુક્ત ઉપક્રમે ડાયરેક્ટ અને ઇન્ડિરેક્ટ ટેક્સિસ માટેનો સેમિનાર હાલોલ મુકામે યોજવામાં આવ્યો હતો જેમાં બહોળી માત્રા માં હાલોલ તેમજ હાલોલની આસપાસ ના વેપારી વર્ગ તેમજ ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો. એ.જી.એફ.ટી.સી. ના ચેરમેન રવી શાહ, વાઇસ પ્રેસિડેન્ટ સીએ વિશ્વેશ શાહ તથા અન્ય હોદ્દેદારો, લઘુ ઉદ્યોગ ભરતી ના હોદ્દેદારો તેમજ ટેક્સ પ્રેકટીશનર્સ એસોસિએશન હાલોલના આયોજકો કેતન શાહ, રાજેશ જૈન, નયન શાહ, શશીકાંત શાહ તેમજ અન્ય હોદ્દેદારો કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.આ સેમિનાર માં અમદાવાદ થી આવેલ વક્તાઓ સમીરભાઈ સિદ્ધપુરીયા તથા રૂપેશભાઈ શાહ દ્વારા વિષયની તલશ્પર્શી સરળ શબ્દો માં રજુઆત કરી દરેક ભાગ લેનાર સભ્યોને છેક સુધી જકડી રાખ્યા હતા.










