
11-ડિસેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૨” કચ્છની સૌથી મોટી ઓપન ડે – નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.૧૭/૧૧/૨૦૨૩ થી તા.૨૩/૧૨/૨૦૨૩ સુધી જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે ચાલી રહી છે જેમાં કુલ ૨૦૩ ટીમોએ ભાગ લીધેલ છે. આ સાથે તારીખ ૧૦/૧૨/૨૦૨૩ ના ૨૪મા દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ MCC અંજાર અને દબાસીયા 11 ટિમ વચ્ચે રમાઇ જેમાં MCC અંજાર ટિમ વિજેતા થઈ બીજી મેચ LCV મમુઆરા અને લોડાઇ આહીર ઇલેવન વચ્ચે રમાઇ જેમાં LCV મમુઆરા ટીમ જીતી હતી ત્રીજી મેચ દબંગ ઇલેવન અને જય હિન્દ વરમસેડા ઇલેવન ટીમ વચ્ચે રમાઇ જેમાં જય હિન્દ વરમસેડા ઇલેવન ટિમ ની જીત થઇ હતી. ચોથી મેચ KMCTWA અને ભારાપર ઇલેવન વચ્ચે રમાઇ જેમાં KMCTWA ટીમની જીત થઈ હતી. પાંચમી મેચ ચકદે ઇલેવન અને સુમરા વોરિયર્સ ઇલેવન ટીમ વચ્ચે રમાઇ જેમાં ચકદે ઇલેવન ટીમ વિજેતા થઇ હતી. છઠ્ઠી મેચ ચાંદ ઇલેવન અને પાકીજા ઇલેવન રામપર ટીમ વચ્ચે રમાઇ જેમાં પાકીજા ઇલેવન રામપર ઇલેવન ટીમ વિજેતા થઇ હતી. આ ક્રિકેટમેચ દરમ્યાન શ્રી આણંદાભાઇ આહીર, ઉપ પ્રમુખ કચ્છ જીલ્લા ભાજપ કિશાન મોરચા, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા પૂર્વ મહામંત્રી કચ્છ જીલ્લા ભાજપ, શ્રી નારણભાઇ દાફડા ઉપ પ્રમુખ અનુસુચિત જાતિ મોરચા કચ્છ જીલ્લા બેજેપી, કાન્તાબેન દાફડા પૂર્વ પ્રમુખ NKT તાલુકા પંચાયત, શ્રી ભરતભાઇ બુચીયા મંત્રી NKT તાલુકા અનુસુચિત જાતિ મોરચા, શ્રી અમરતભાઇ ચૌધરી ફાયર એકાડમી, શ્રી મનીષભાઇ બારોટ અને જુરી કમિટીના સભ્યો તથા ક્રિકેટ રસીકો ઉપસ્થિત રહ્યા હતા. દરરોજ ક્રિકેટ મેચ નું લાઈવ યુ ટ્યુબ પર ATV Cricket Live દ્વારા પ્રસારણ આપવામાં આવે છે.










