
૬-જૂન.
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- તારીખ ૦૩/૦૬/૨૦૨૩ ના રોજ દેશલપર-નલિયા રોડ પર આવેલ એસ.આર. પેટ્રોલ પંપ, રવેચી પેટ્રોલ પંપની બાજુમાં ઝાડીઓમાથી દિલીપભાઇ ભગુભાઇ ગાગલ(આહીર) રહે.હાલ માધાપર તા.ભુજ મૂળ રહે. ઢોરી તા.ભુજવાળાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાધેલી હાલતમાં લાશ મળેલ જે બનાવ અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નંબર ૨૫/૨૦૨૩ સી.આર.પી.સી. ૧૭૪ મુજબનો બનાવ જાહેર થયેલ જે બનાવની તપાસ નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ અને આ બનાવની ચાલુમાં હતી. તેમજ માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર – ૧૧૨૦૫૦૧૩૨૩૦૨૭૨/૨૩ આઈ.પી.સી. કલમ – ૩૭૬(૧) તેમજ એટ્રોસીટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર થયેલ આ ગુનામાં આરોપી તરીકે નખત્રાણા પોલીસ સ્ટેશન અકસ્માત મોતના બનાવમાં મરણ જનાર દિલીપભાઇ ભગુભાઈ ગાગલ વિરૂધ્ધ દાખલ થયેલ. આ ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે. ક્રિશ્ચિયન એસ.સી.એસ.ટી. સેલ પશ્ચિમ કચ્છ ભુજનાઓ કરતાં હતા.
ઉપરોકત નખત્રાણા પો.સ્ટેમાં દાખલ થયેલ અકસ્માત મોતનો બનાવ તથા માનકુવા પો.સ્ટેમા દાખલ થયેલ ગુનો આ બંને બનાવો એકબીજાની સાથેની હકીકતમાં જોડાયેલ હોય.જેથી આ બંને બનેલ બનાવોની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધીક્ષક ડો.કરનરાજ વાઘેલા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આ બંને બનેલ બનાવોની સત્ય હકીકત બહાર લાવવા માટે આ ગંભીર બનાવોનો પર્દાફાસ થાય તે અનુસંધાને પ્રાથમીક તપાસ કરી બનાવમાં સત્ય હકીકત શું છે તે શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમાનાઓને સુચના આપેલ.જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબ તથા પો.સબ.ઇન્સ.શ્રી ટી.બી રબારી સાહેબનાઓએ આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ હ્યુમન સોશિસ તથા ટેકનીકલ સર્વલન્સ આધારે ઝીણવટ ભરી રીતે તપાસ આદરેલ તેમજ માનકુવા પોસ્ટેમાં મરણ જનાર વિરૂધ્ધ દાખલ થયેલ દુષ્કર્મના ગુનાની તપાસ કરનાર નાયબ પોલીસ
અધિક્ષક.એમ.જે.ક્રિશ્ચિયન એસ.સી.એસ.ટી.સેલ પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા તેમની તપાસમાં સત્ય બહાર લાવવા માટે ખંત પૂર્વક તપાસ કરેલ તેમજ નખત્રાણા પોસ્ટેના પોલીસ ઇન્સપેકટર આર.જે.ઠુમ્મર દ્વારા ઉપરોક્ત અકસ્માત મોતની તપાસ કરી આમ તમામ અધિકારી તથા તેમની ટીમના પોલીસ કર્મચારીઓ દ્વારા સાથે મળી આ બંને બનાવોની ખંત પૂર્વક તપાસ કરી સત્ય હકીકત આ બંને બનાવ સબંધે બહાર લાવેલ છે જે સત્ય હકીકત મુજબ નખત્રાણા પોસ્ટેમા ગુના રજીસ્ટર નંબર – ૧૧૨૦૫૦૩૫૨૩૦૫૨૪ કલમ – ૩૦૬,૩૮૯,૧૨૦(બી),૩૪ તા. ૦૫/૦૬/૨૦૩ ના કલાક. ૨૩/૪૫ વાગ્યે નીચે જણાવેલ આરોપીઓ વિરૂધ્ધ નીચેની વિગતે ગુનો દાખલ થયેલ છે.
આજથી એકાદ મહિના પહેલાથી તા.૦૩/૦૬/૨૦૨૩ ના ક.૦૯/૩૦ વાગ્યા દરમ્યાન
આ આરોપીઓએ ભેગા મળી એકસંપ થઈ અગાઉથી ગુનાહીત કાવતરૂ રચી મરણ જનાર,દિલીપભાઇ ભગુભાઇ ગાગલ રહે.ઢોરી તા.ભુજ વાળા પાસેથી રૂપીયા- ૪ (ચાર) કરોડ જેવી રકમ બળજબરીથી કાઢવી લેવાનો સમાન ઇરાદો પાર પાડવા આરોપીઓ પૈકી એક આરોપીને તૈયાર કરી
મરણ જનાર સાથે આયોજક પૂર્વક મીત્રતા કેળવી મરણ જનાર સાથે હાઇલેન્ડ રીસોર્ટ ખાતે જઈ હનીટ્રેપમાં ફસાવી દુષ્કર્મની ફરીયાદનો ભય બતાવી સહ આરોપીઓના કહ્યા મુજબ રૂપિયાની માંગણી
કરતાં મરણ જનાર દિલીપભાઈને મારવા માટે દુસ્પ્રેરણ કરેલ હોવાનું ઉજાગર થયેલ હોય.
તપાસ માં નિકળતા આરોપીઓના નામ
1- મનીષા ગોસ્વામી હાલે પાલરા ભુજ
2- દિવ્યા ડો/ઓ અશોકભાઇ કાળાભાઇ જાતે ચૌહાણ રહે. જીવરાજ મહેતા હોસ્પીટલની સામે ચામુંડા નગર, શેરી નં.૪, અમદાવાદ શહેર
3- અજય પ્રજાપતી રહે. ઘાટલોડીયા, ઠાકોર વાસની બાજુમાં, અમદાવાદ
4- આખલાક પઠાણ રહે. વડોદરા
5- ગજુભાઈ ગોસ્વામી રહે હાલે. ગણેશનગર ભુજ
6- આકાશ મકવાણા (એડવોકેટ) રહે. અંજાર
7- કોમલબેન રહે. અંજાર
8- રીધ્ધી નામની છોકરી
9- અઝીઝ રહે ભુજ તથા આગળ ની વધુ તપાસમાં જે નીકળે તે







