KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સી બી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ

તારીખ ૨૦ જૂન

વાત્સલ્યમ્ સમચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી બી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીનીઓ એ લોકશાહી ઢબે પોતાના પ્રતિનિધિ ને મત આપ્યો હતો જી એસ તરીકે નિરાલી આર ધોબી,એસ એસ તરીકે હિતિક્ષા એસ દરજી અને એલ આર તરીકે દ્રષ્ટિ જે પરમાર ચૂંટાઇ આવ્યા હતા વિદ્યાર્થીનીઓ માં લોકશાહી નું મહત્વ સમજાય અને મતદાન માટે જાગૃતિ આવે તે હેતુ થી દરવર્ષે શાળા માં પ્રતિનિધિ ની ચુંટણી યોજાય છે કાલોલ કેળવણી પ્રચારક મંડળ અને શાળા પરીવાર દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને શુભેચ્છાઓ સહ અભીનંદન આપ્યા છે.

 

[wptube id="1252022"]
Back to top button