
વિજાપુર કોર્ટનો હુકમ બદલી નાખતી સેશન્સ કોર્ટ..
ચેક રીટર્ન ના કેસમાં આરોપીની સજા વધારી બે વર્ષની કરી
સજા
વિજાપુર તા
વિજાપુર ની કોર્ટમાં છ માસ અગાઉ નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ નો કેસ નં. ૭૮૬/૨૨ ચાલી ગયો હતો જેમાં કોર્ટે ફક્ત બે દિવસની સજા નો હુકમ કરતાં નારાજ થયેલ ફરિયાદી એ સેસન્સ કોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા હતા જે કેસની વિગતો મુજબ વિજાપુર ના મહિર દિપકકુમાર બારોટ તેમજ અનિલ ભાઈ નાથાલાલ પટેલ એકબીજાને ઓળખાણ ના કારણે અવાર નવાર મળતા હોવાથી ઘણી વખત પૈસાની લેવડ દેવડ પણ થતી વર્ષ ૨૦૨૧ માં અનિલ ભાઈ ને ધંધા માટે રૂપિયા ની જરૂરિયાત ઉભી થતા મિહિર ભાઈ બારોટે હપ્તે હપ્તે રૂપિયા ૧૨ લાખ ૩૦ હજાર આપ્યા હતા જેનો વિશ્વાસ આપતા અનિલ ભાઈએ મિહિર ભાઈ બારોટ ને ચેક આપ્યો હતો જે મુદ્દલ પરત માટે આપેલ ચેક ની તારીખ માં બેંક માં ભરતા જે પરત ફર્યો હતો જે અંગેનો કેસ વિજાપુર ની કોર્ટમાં ચાલતા આરોપીને બે દિવસ ની સજા અને ૫૦૦ રૂપિયા દંડ કર્યો હતો જેથી ફરિયાદી નારાજ થઈ વધુ સજા થાય તે માટે સેસન્સ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જેમાં સેસન્સ કોર્ટના એડિશનલ સેસન્સ જજ ઝેડ વી ત્રિવેદી ની અદાલતમાં ચાલતા કેસની સંપૂર્ણ બારીકાઈનો અભ્યાસ કરી નામદાર સેશન કોર્ટે વિજાપુર કોર્ટના હુકમમાં ફેરફાર કર્યો હતો અને આરોપીને બે વર્ષની સજા તેમજ ૧૨ લાખ ૩૦ હજાર એક માસમાં વળતર પેટે ભરપાઈ કરી આપવાનો હુકમ કર્યો છે.. જો આરોપી એક માસમાં રકમ ભરપાઈ કરવામાં કસૂર કરે વધુ છ માસની સજા નો હુકમ કરવામાં આવ્યો હતો





