હાલોલ એસટી ડેપોમાં નવી આવેલી 2 લક્ઝરી અને 3 મિનિબસોને તિલક કરીને મુસાફરો માટે ખુલ્લી મુકવામાં આવી.

તા.૨૩.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ એસટી ડેપોમાં 2×2 ની બે લક્ઝરી અને ત્રણ મીની બસો ફાળવવામાં આવતા તમામ નવી એસટી બસો નું પૂજા અને કુમકુમ તિલક કરીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.હાલોલ નગર પાલિકાનાં પૂર્વ પ્રમુખ સહિત ના હોદ્દેદારો અને એસટી વિભાગ ના અધિકારીઓ ની હાજરી માં તમામ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી.હાલોલ ડેપો માં પાંચ નવી બસો ફાળવવામાં આવતા મુસાફરો ની સુવિધામાં વધારો થયો છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગોધરા વિભાગના હાલોલ ડેપો ખાતે નવીન પાંચ બસો ફાળવવામાં આવતા પેસેન્જરની સુવિધામાં વધારો થતા આનંદ ની લાગણી ફેલાઈ જવા પામી છે.બે 2×2 લક્ઝરી અને ત્રણ મિનિ બસ છે. 2×2 લકઝરી બસો પૈકી એક હાલોલ થી પાટણ ના રૂટ ઉપર દોડાવવામાં આવશે.વહેલી સવારે 4:45 કલાકે આ બસ હાલોલ ડેપો માંથી ઉપડશે અને મુસાફરો ને લઈ પાટણ જશે.અને અન્ય બસ ને પાવાગઢ થી થરાદ ના રૂટ ઉપર દોડાવવામાં આવશે આ બસ સાંજે 5:00 કલાકે હાલોલ ડેપો માંથી ઉપડશે અને થરાદ જઈ પરત ફરશે.જ્યારે ત્રણ મીની બસોને હાલોલથી પાવાગઢ અને પાવાગઢ થી માંચિના રૂટ ઉપર પાવાગઢ દર્શને આવતા દર્શનાર્થીઓ માટે દોડાવવામાં આવશે.તમામ નવી બસોનું આજે ધાર્મિક વિધિ પ્રમાણે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમાં હાલોલ નગર પાલિકાનાં પૂર્વ પ્રમુખ શીતલભાઈ પટેલ,પાલિકાનાં પૂર્વ કોર્પોરેટર બંસીભાઈ,હાલોલ શહેર ભાજપા પ્રમુખ સંજય પટેલ સહિત આગેવાનો,ડેપો મેનેજર ની ઉપસ્થીતિમાં તમામ એસટી બસ મુસાફરોની સુવિધા માટે ખુલ્લી મુકવામાં આવી હતી.











