BHAVNAGAR

જિલ્લાની ૨૪૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા એડવોકેટ મિનેષ પરમાર દ્વારા મુખ્યમંત્રી તેમજ ચૂંટણી પંચને રજૂઆત કરાઈ..

વડોદરા જિલ્લાની ૨૪૬ ગ્રામ પંચાયતોમાં વહીવટ દારોના રાજમાં વિકાસ રૂંધાયો……
વડોદરા જિલ્લા પંચાયત ની ૨૪૬ ગ્રામ પંચાયતોની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થઈ છે. આ માહિતી જિલ્લા વિકાસ અધિકારી વડોદરા દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રો ના માધ્યમ જાણવા મળી છે……

આ માહિતીનો અભ્યાસ કર્યા બાદ જાણવા મળ્યું કે વડોદરા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં ૨૪૬ ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ ગઈ છે. અને ગ્રામ પંચાયતોમાં વહીવટ દારો કામગીરી કરી રહ્યા છે. જેમાં પાંચ તાલુકા ના ૫૬ ગામો માં તો એક વર્ષથી વધુ સમય થી વહીવટદારો કામ કરી રહ્યા છે.

આ સમગ્ર માહિતી સાથે વડોદરા જિલ્લા ની ૨૪૬ ગ્રામ પંચાયતો સહિત સમગ્ર ગુજરાત રાજ્ય માં લગભગ ૭૧૦૦ ગ્રામપંચાયતો,૭૫ નગરપાલિકાઓ,૧૮ તાલુકા પંચાયતો તેમજ ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતો ની પાંચ વર્ષ ની મુદત પૂર્ણ થયેલ હોય તેવી તમામ ગ્રામ પંચાયતો, નગરપાલિકા,તાલુકા અને જિલ્લા પંચાયતો ની ચૂંટણી યોજવા અને ગુજરાત પંચાયત ધારામાં નક્કી કરેલ જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતોની મુદ્દત પૂર્ણ થયા બાદ છ મહિનામાં ચૂંટણી યોજવાની જોગવાઈ હોવા છતાં ચૂંટણી યોજાતી નથી. જેથી પંચાયત ધારા – 1993 ની જોગવાઈ નું અમલીકરણ કરવા અંગે કરજણ ના જાણીતા એડવોકેટ અને મૂળનિવાસી એકતા મંચ ના અધ્યક્ષ મિનેષ પરમાર દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી અને રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ લેખિત રજુઆત કરવામાં આવી છે..
ફૈઝ ખત્રી…શિનોર

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button