BANASKANTHADEESA

દેહ દાતા અને ચક્ષુદાતા માન્ય સ્વર્ગસ્થ શ્રી ચંદુલાલ કરસનદાસ મોદી

મૃત્યુ પછી આપણી આંખો જો દાનમાં આપવામાં આવે તો બે અંધજનોને નવી રોશની મળી શકે છે. તે વિજ્ઞાન ની શોધ આપણા માટે આશીર્વાદરૂપ છે. તેવી જ રીતે મૃત્યુ પછી દેહદાન કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી આરોગ્ય લક્ષી કેળવણી મેળવી શકે છે. બ્રાન્ડેડ વ્યક્તિના દરેક અંગો દાનમાં આપવામાં આવે તો જો અસાધ્ય રોગોથી પીડાતા દર્દીઓ પણ રાહત મેળવી શકે છે. એવા વિચારોને મૂર્ત રૂપે આપવા ડીસાના બુજર્ગ માન્ય શ્રી મફતભાઈ મોદી, ડોક્ટર કિશોરભાઈ આસનાની ડોક્ટર સી. કે. પટેલ, નટુભાઈ પટેલ ,કનુભાઈ આચાર્ય, નાથાભાઈ બ્રહ્મક્ષત્રિય, ડોક્ટર મીરલભાઇ પટેલ, રામજીભાઈ પટેલ, રાજુભાઈ નાઈ, ભગવાનભાઈ બંધુ, તથા ચંદુભાઈ એ.ટી.ડી., કેટલાક સેવાભાવી મિત્રો શ્રીરામ ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા ની દિવ્ય જ્યોતિ ચક્ષુ બેંક ડીસા માધ્યમથી દેહદાન અને ચક્ષુદાન કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. ડોક્ટર ચિરાગભાઈ ના સ્વર્ગસ્થ પિતા શ્રી ચંદુલાલ કરસનદાસ મોદી જે ઓ નું અવસાન થતાં જે ઓ ના પરિવાર દ્વારા ચક્ષુદાન તથા દેહદાન કર્યું એ સમાજ માટે ખૂબ જ પ્રેરણા રૂપ છે. માટે ડીસા થી મિત્રો તેમના નિવાસસ્થાને જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ ચક્ષુદાન તથા અંગદાન વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી .તેમજ મૃત્યુ બાદ ચક્ષુદાન તથા દેહદાન કરવા બદલ પરિવારને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button