DAHODUncategorized

સંજેલી તાલુકાના ચાકીચણા ગામના 71 વર્ષના ઉંમરના દાદીની પેન્શન માંટે દિકરા થી હેરાન થતા વિધવાની મદદે અભયમ દાહોદ

તા.૦૯.૦૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Sanjeli:દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચાકીચણા ગામના 71 વર્ષના ઉંમરના દાદી એ 181 મહિલા હેલ્પ લાઈન કોલ કરીને જણાવેલ કે મારાં પતિ ગુજરી ગયાં ને 45 વર્ષ જેવું થયું છે. અને એ હાઈસ્કૂલમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા. અને મારે એક છોકરો છે. એ મારો છોકરો નશો કરે છે. તો એ મને પસંદ નથી. તો મને એવુ કહે છે. કે આપડે બધાં જોડે રહીએ અને એ બધું પેન્શન આવે છે. એ મને આપી દે એવું કહેવા માગે છે. અને પાસબુક કેમ જોવા માટે નથી આપતી એમ કરીને મને અપશબ્દો બોલી મારકુટ કરવા માટે આવે છે રાત્રે અને ઘર માંથી નીકળી જા એવું કહે છે. દાહોદ ટીમ સ્થળ પર પહોંચી અને અસરકારક કાઉન્સિલિંગ કરવામાં આવેલ અને પીડિતા બેનના છોકરા ને સમજાવવા માં આવેલ અને માં દીકરા વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવેલ. અભયમ કાઉન્સિલરે પીડિતા બેનના દીકરાને એમના મમ્મી વિશે ગંભીરતા પૂર્વક સમજાવવામાં પારિવારીક જવાબદારી થી વાકેફ કરેલ અને સામાજીક અને કાયદાકિય જવાબદારી ભાન કરાવતા પીડિતા બેનના દીકરાએ પોતાની ભૂલને કબૂલી હતી. અને હવે પસી મારી મમ્મી મમ્મી આમરી જોડે એ રહેવાની ના પાડે છે. અને એ જાતે એકલી રહેવા માટે કહે છે. તો એ રહેશે. અને એમની જોડે.. પેન્શન માંથી એક પણ રૂપિયો નહીં માંગીએ અને હવે હેરાન નહિ કરીએ. એની હું ખાતરી આપું છુ. અને પસી પીડિતા બેન અને અને એનાં દીકરા વચ્ચે અસરકારક કાઉન્સિલિંગ થી પારિવારીક ઝગડામાં સુખદ સમાધાન કરાવેલ અભયમ દાહોદ

[wptube id="1252022"]
Back to top button