BANASKANTHAPALANPUR

આશ્રમશાળામાં માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું 

9 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

  સરકાર દ્વારા લોકો અકસ્માતથી બચે તે હેતુથી સરકાર દ્વારા ૧૫ જાન્યુઆરી થી ૧૪ ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માસ ઉજવવાનું નક્કી કરેલ છે.જે અંતર્ગત બનાસ જન કલ્યાણ ટ્રસ્ટ,અમીરગઢ દ્વારા ચાલતી આદિજાતિ આશ્રમશાળા અને ઉત્તર બુનિયાદી આશ્રમશાળા,ઝાંઝરવા ખાતે પણ માર્ગ સલામતી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નૈર્સગિક ટ્રસ્ટ દ્વારા માર્ગ ઉપર પહોચ્યા પેલા કેવી રીતે અકસ્માત અટકાવી શકાય તેના વિષેનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં બાળકોને રોડ સાઈન હેલ્મેટ,સીટ બેલ્ટનું મહત્વ,રોંગ સાઈડ ડ્રાઈવીંગ,ઓવર સ્પીડીંગ,ઓવર લોડીંગ,વાહન ચલાવતી વખતે શું શું કાળજી રાખવી?રોડ ક્રોસ કરતી વખતે શું શું કાળજી રાખવી?વગેરે જેવા વિષયો ઉપર પાવર પોઈન્ટ તેમજ સાપ સીડી ની રમત દ્વારા માહિતી આપવામાં આવી હતી.ત્યાર બાદ તમામ બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલીમકાર તરીકે સંસ્થાના પ્રોગ્રામ કોર્ડિનેટર પિન્કીબેન ગાંધી,અરવિંદભાઈ કાપડી,ભરતભાઈ સોલંકી તેમજ ભરતભાઈ રાઠોડ હાજર રહ્યા હતા.સાથે બનાસ જનકલ્યાણ ટ્રસ્ટના મંત્રી શ્રી રમણદાદા,ઉત્તર બુનિયાદી આશ્રમશાળાના આચાર્ય શ્રીમતી ધારાબેન,તેમજ આદિજાતિ આશ્રમશાળાના આચાર્યશ્રી અક્ષયભાઈ રાઠોડ અને સમગ્ર સ્ટાફ પણ હાજર રહ્યો હતો.કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી અજયભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button