
કેશોદ ના અજાબ ગામે કિશોરભાઈ ની પોતાની માલિકીની ખેતીની જમીન આવેલી છે હાલ ચોમાસું સિઝન હોય આજે તેઓ પોતાની વાડીએ ખેતી કામ માટે આવેલ ત્યારે તેમના સબ સ્ટેશન ટીસી પર કોઈ પ્રાણી વિજ પ્રવાહ મરણ પામેલ હોય તાત્કાલિક ધોરણે તેમણે પર્યાવરણ પ્રેમી અભયભાઈ વ્યાસને ટેલીફોનીક જાણ કરેલ તેમણે અજાબ રાઉન્ડ ફોરેસ્ટર ભરડાભાઈ ને જાણ કરતા કેશોદ વન વિભાગની ટીમ સાથે ધટના સ્થળે આવીને સાધનિક કાગળો અને પંચરોજ કામ કરીને ડેડ બોડી ટીસી પરથી ઉતારીને તેમના પોસ્ટમેટમ માટે એનિમલ કેર સેન્ટર અમરાપુર ખાતે ખસેડવામાં આવશે. આ રિતે આ પ્રાણી વાઈલ્ડ કેટેગરીમાં રક્ષિત હોય ખેડુતની જાગૃતિ કેવાય કે તેમણે વન વિભાગના કાયદાઓ ને ફોલો કરી ને જાણ કરી આમ ક્યારેય પણ ખેતીવાડી વિસ્તારમાં આવા આકસ્મિક બનાવો બનતા હોય છે ખેડુતો અને વન વિભાગની જાગૃતિ થી પ્રાણીઓ ને બચાવી પણ શકતા હોયે છિયે આ ખોરાકની શોધમાં કબુતર જેવા પક્ષી ઉપર એટેક કરવા જતાં વિજ પ્રવાહ ની લગો ને સ્પર્શી ગયેલ હોય તેમ તેનું મરણ થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ