દાહોદ જીલ્લા આરોગ્ય કર્મચારીઓ દવારા રેલ્વે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

તા.૦૮.૦૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જીલ્લા આરોગ્ય કર્મચારીઓ દવારા રેલ્વે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
લોકોમાં જન જાગૃતી આવે તે હેતુસર રમત ગમત જીવનમા કેમ અગત્યનું છે તેમજ આજની જીવન શૈલીમાં રમત ગમતના માધ્યમ દવારા પણ બિન ચેપી રોગો સામે સલામતી મળી શકે છે તેમજ આરોગ્ય ના વિવિધ પ્રોગ્રામો અંતર્ગત જન જાગૃતિ આવે તે માટે સહભાગી થયેલ તમામ આરોગ્ય ટીમોના નામ પ્રોગ્રામ પરથી જ આપવામાં આવ્યા છે જેથી કરીને તમામ લોકોમાં આરોગ્યના તમામ પ્રોગ્રામોની જન જાગૃતિ આવે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજનમાં દાહોદ જીલ્લા ના તમામ તાલુકાઓ માંથી આરોગ્ય કમૅચારીઓ અને અધિકારીઓ સયુંકત રીતે સહભાગી થઇ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે આ ટુર્નામેન્ટ તા ૦૮/૦૨/૨૦૨૪થી ૧૮/૦૨/૨૦૨૪ સુઘી ચાલશે જેમાં પુરૂષ કમૅચારીઓ ના કુલ ૦૫ ગ્રુપ ની અંદર ૨૦ ટીમોએ ભાગ લીધો જ્યારે મહિલા કર્મચારી નાં કુલ ૦૨ ગ્રુપ દવારા ૦૬ ટીમોએ ભાગ લીધેલ છે આજની પ્રથમ મેચ IDSP ઈલેવન અને PMJAY ઈલેવન વચ્ચે શરૂઆત કરવામાં આવી જેમાં માન.જીલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ ઉદય ટીલાવત દવારા ટોસ ઉછાળી ને પ્રારંભ કરાવવામાં આવ્યો તમામ આરોગ્ય કર્મચારીઓ /અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતાં લોકોમાં તમામ પ્રોગ્રામ ની જન જાગૃતિ આવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા
આવતીકાલે સિકલ સેલ ઈલેવન અને ટીબી લેપ્રસી ઈલેવન વચ્ચે રમાશે 18મી તારીખે ફાઈનલ મેચ રમાડવામાં આવશે તમામ મેચનો સ્કોર ઑનલાઇન ક્રીક હીરોસ એપ્લિકેશન પર જોઇ શકશો.