
બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની ધન્યધરામાં આવેલ શ્રી લવારા પગાર કેન્દ્ર શાળામાં ૬ ઠ્ઠી ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ધો.૪ થી ૮ ના ૧૧૦ વિદ્યાર્થીઓ અને ૬ શિક્ષકો સાથે એકદિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાણીની વાવ,સહસ્ત્રલિંગ તળાવ પાટણ,સૂર્યમંદિર મોઢેરા,શ્રી બહુચર માતાજી મંદિર બહુચરાજી,વર્ણીન્દ્રધામ પાટડી સહિત અનેક સ્થળોએ વિધાર્થીઓને લઈ જવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓએ વિવિધ ઐતિહાસિક,ધાર્મિક,મનોરંજક અને પ્રકૃતિસૌંદર્ય સભર સ્થળોની મુલાકાત લીધી હતી.વર્ણીન્દ્રધામ, પાટડીમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રદર્શનની એક્વેરિયમ
અને વિજ્ઞાનના વિવિધ પ્રયોગો નિહાળવાની મજા માણી હતી. બગીચામાં વિવિધ રમતગમતની મજા માણીને સાંજ નું ભોજન લઈ રાત્રે પરત આવ્યા હતા.ત્યારે શાળાના આચાર્ય પ્રવીણભાઈ ગેલોત શાળાસ્ટાફ પરિવારે વિધાર્થીઓને કોઈ તકલીફ ના પડે તેની કાળજી રાખી પ્રવાસ પરિપૂર્ણ કર્યો હતો.
નટવર.કે.પ્રજાપતિ,થરા