BANASKANTHAKANKREJ

કાંકરેજ તાલુકાના વડામાં જોગમૈયા લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

કાંકરેજ તાલુકાના વડા ખાતે શ્રી જોગણી માતાજીના મંદિરની બાજુમાં વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે સારૂ શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી પરીક્ષાઓ આપી ઉચ્ચ ડીગ્રી મેળવી પગભર થઈ શકે એવા ઉમદા આશયથી તેમજ શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે કારકિર્દી વધારવા માટે લાઇબ્રેરી ખુબજ જરૂરી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના વરદ હસ્તે શાસ્ત્રી જયંતિભાઈ કે.જોષી ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે રીબીન કાપી લાયબ્રેરી ખુલ્લી મુકવામાં આવી હતી.વડા પે.કેન્દ્ર શાળાની બલિકાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું.આ પાવન અવસરે કાંકરેજ તાલુકા શિક્ષણાધિકારી ભરતભાઈ ચૌધરી,બનાસકાંઠા જિલ્લા જી.કે.ટી.એસ.પ્રમુખ ડી.ડી.જાલેરા,સરપંચ મોબતસિંહ વાઘેલા,ઝેણુંભા વાઘેલા,થરા પી.એસ.આઈ.આર.જે. ચૌધરી, સેકંડ પી.એસ.આઈ.એલ.બી.ઝાલા,કાંકરેજ તાલુકા યુવા ભાજપ મંત્રી વિરેન્દ્રસિંહ વાઘેલા, બનાસ બેંક ડીસાના ઈન્સ્પેક્ટર ચંદુજી વી.ઉણેચા,થરા નગર પાલિકા કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા,મહેન્દ્રસિંહ વાઘેલા, રસિકભાઈ પ્રજાપતિ, રાયમલભાઈ ચૌધરી, વડા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય જગદીશભાઈ એસ.ગૌસ્વામી, કાંકરેજ એમ.ડી.એમ.પ્રમુખ વનરાજસિંહ વાઘેલા,ખેડૂત અગ્રણી નરેશજી ઠાકોર સહિત વિશાળ સંખ્યામાં સામાજિક- રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.લાઈબ્રેરીમાં અભ્યાસ અર્થે આવનાર વિદ્યાર્થીઓએ વડાના ઉત્સાહી સરપંચ મોબતસિંહ વાઘેલાને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન દાદાના પરમ ભક્ત શૈલેષભાઈ દેવ સ્ટેજ સંચાલન કવિ કેદારભાઈ મીરે કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]
Back to top button