GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલ ખાતે ૭૫માં પ્રજાસત્તાક દિવસની દબદબાભેર ઉજવણી કરાઇ

તારીખ ૨૮/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાની બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલ ખાતે આજે ૭૫ માં પ્રજાસત્તાક દિવસની દબદબાભેર હર્ષોલ્લાસ સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના સ્થાપક હઝરત સૈયદ કમાલુદ્દીન બાબાના સાહબઝાદા હજરત સૈયદ નૈયર બાબા રીફાઇ સાહેબ અને સૈયદ સૌયબબાબા રીફાઇ નાં માર્ગદર્શન હેઠળ રીફાઇ પબ્લિક સ્કૂલના સ્ટાફ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને ઉપસ્થિત સૌ કોઈએ માનભેર સલામી આપી હતી જે બાદ આજના આ વિશેષ પ્રસંગે શાળાના મેનેજમેન્ટ દ્વારા અદભુત એર શો નું ભવ્ય કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ડ્રોન વિમાન દ્વારા હવામાં ધ્વજવંદન લહેરાવતી ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છેકે રીમોટ કંટ્રોલ થી ચાલતા ડ્રોન વિમાન,એરોપ્લેન અને હેલીકોપ્ટર દ્વારા અવનવી કરતબો બતાવી ઉપસ્થિત સૌ કોઇ આ કરતબો જોઈ ગદગદિત થઈ ગયા હતા.

 

[wptube id="1252022"]
Back to top button