GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બાકરોલ પ્રા.શાળાના શિક્ષક દિનેશભાઈ પ્રજાપતિ માર્ગદર્શિત વીર ગાથા પ્રોજેક્ટ નેશનલ કક્ષાએ સન્માનિત થયો.

 

તારીખ ૨૭/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ

ભારતના સંરક્ષણ મંત્રી તથા કેન્દ્રીય શિક્ષણમંત્રી દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ નવી દિલ્હી ખાતે બાકરોલ પ્રાથમિકની દીકરી ગોહિલ અનસૂયાબાનું સન્માન કરવામાં આવ્યું.ભારતના સંરક્ષણ મંત્રી તથા કેન્દ્રીય શિક્ષણમંત્રી દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ નવી દિલ્હી ખાતે બાકરોલ પ્રાથમિકની દીકરી ગોહિલ અનસૂયાબાનું સન્માન કરવામાં આવ્યું.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના કર્મયોગી શિક્ષક દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા માર્ગદર્શિત પ્રોજેક્ટ વીર ગાથા ૩.૦ અંતર્ગત તા-૨૫/૧/૨૦૨૪ના રોજ નવી દિલ્હી ખાતે શાળાની દીકરી ગોહિલ અનસૂયાબા ધીરજસિંહનું ભારત સરકારના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા મેડલ, પ્રમાણપત્ર અને દસ હજાર રૂપિયાના પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવી.માર્ગદર્શક શિક્ષક દિનેશભાઇ પ્રજાપતિ દિલ્હી ખાતે હાજર રહી શાળાની આ દીકરીને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરું પાડવામાં આવ્યું.વિશેષમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ મહામહિમ દ્રૌપદી મુર્મૂની ઉપસ્થિતિમાં યોજાનાર ૭૫મા પ્રજાસત્તાક પર્વ-૨૦૨૪ના પરેડ કાર્યક્રમમાં તેઓને ઉપસ્થિત રહેવાનો ઐતિહાસિક અવસર મળ્યો.ભારતમાતાની રક્ષા માટે શહીદ થનાર ભારતના વીર સપૂતો વિશે શૌર્ય ગાથા લેખન માટે શાળાના શિક્ષક દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને વીર ગાથા ૩.૦પ્રોજેક્ટ ઓનલાઈન સબમીટ કરવામાં આવ્યા હતા.સમગ્ર ભારત દેશમાંથી વિવિધ કેટેગરીમાં ૧,૩૬,૮૭,૫૮૧ પ્રોજેક્ટ સબમીટ થયા હતા.સમગ્ર પ્રોજેક્ટનું રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ થયેલ મૂલ્યાંકનના પરિણામે ધોરણ 3થી૫ની કેટેગરીમાંથી ગોહિલ અનસૂયાબાના પ્રોજેક્ટની નેશનલ કક્ષાએ પસંદગી કરવામાં આવી હતી અને ગોહિલ રીનાબેનની જિલ્લા કક્ષાએ પસંદગી કરવામાં આવી હતી.બાકરોલ પ્રાથમિક શાળાનું જિલ્લાકક્ષાએ અને નેશનલ કક્ષાએ ગૌરવ વધારવા બદલ પંચમહાલ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા,શાળાના આચાર્ય સતિષભાઈ તેમજ સીઆરસી કૉ ઓર્ડીનેટર નયનાબેન દ્વારા માર્ગદર્શક શિક્ષક દિનેશભાઇ પ્રજાપતિ તેમજ ગોહિલ અનસૂયાબાને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવવમાં આવ્યા.

 

[wptube id="1252022"]
Back to top button