KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર માં ભાજપ દ્વારા ઘર-ઘર સંપર્ક અભિયાન શરૂ.

તારીખ ૨૬ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

નવા ભારત નાં ૯ વર્ષ સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણ નાં વર્ષ માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ માં થયેલ કાર્યોને પ્રજા સમક્ષ મૂકવા મહા જન સંપર્ક અભિયાન દેશભર માં ચાલી રહ્યા છે જે લઈ જન સંપર્ક થી જન સમર્થન અભિયાન અંતર્ગત પંચમહાલ જીલ્લા ભાજપ સહિત તાલુકા અને શહેર ભાજપ દ્વારા લોકો નાં પ્રશ્નો ઉકેલવા માટે કટીબદ્ધ બન્યા છે ત્યારે સરકાર ની વિવિધ યોજનાઓની માહિતીગાર કરાવવા માટે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત સોમવારના રોજ કેન્દ્ર સરકારના ૯ વર્ષ પૂર્ણ થવાના અવસરે અલ્પકાલીન વિસ્તારક તરીકે કાલોલ નગર ના બૂથ નંબર ૧૪૮ માં પંચમહાલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડોક્ટર યોગેશ કુમાર પડ્યા આગેવાની હેઠળ ઘર ઘર સંપર્ક કરી જન-જનના હિતને હૈયે રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારે અમલમાં મૂકેલી વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા હતા અને બૂથ પ્રમુખ ને ત્યાં ભોજન અને મંદિર મા આરતી કરીને નમો તથા સરલ એપ ડાઉનલોડ કરાવી મોબાઇલ પર મીસ કોલ કરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

 

[wptube id="1252022"]
Back to top button