
વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.
રાપર કચ્છ ૨૭-જાન્યુ ૨૦૨૪ : સમગ્ર કચ્છમાં આજે 75માં ગણતંત્ર દિવસની દેશભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. તાલુકા મથક રાપરના સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં પોલીસ, NCC અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ માં વિવિધ કૃતિઓ રજૂ કરાઈ હતી. પોલીસ પરેડ દ્વારા રાષ્ટ્રભાવના પ્રસ્તુત કરાઈ હતી. સાંસદ વિનોદ ચાવડા, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, કલેકટર અમિત અરોરા વગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય મંત્રી દ્વારા પ્રસંગિક ઉદબોધન કરાયું હતું જેમાં સરકારની વિવિધ કામગીરી વર્ણવી હતી. અને એવોર્ડ થી સન્માનીત કરિયા જેમાં મોબાઈલ હેલ્થ યુનિટી માં 108 ના PM -સુરજીત સર અને MHU PC – રાહુલ સેખવા સર હસ્થે એવોર્ડ થી સન્માનીત કરિયા જેમા, હિરેન મકવાણા , મનોજ ભાઈ, જીતુભાઇ. સન્માનીત કરવામાં આવ્યા હતા.










