રાજ્યના અધિક મુખ્ય સચિવ (કૃષિ) એ.કે.રાકેશએ પંચમહાલના હાલોલ તાલુકાના રવાલીયા સ્થિત પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લીધી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૭.૧.૨૦૨૪
પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તથા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી આજરોજ રાજ્યના અધિક મુખ્ય સચિવ (કૃષિ) એ.કે.રાકેશ પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.તેમણે હાલોલ તાલુકાના રવાલીયા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂત પર્વતસિંહ પરમારના મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી.પ્રગતિશીલ ખેડૂતની ફિલ્ડ મુલાકાત દરમ્યાન જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી.પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો જીવામૃત,બિજામૃત,આચ્છાદન,વાફસા અને મિશ્ર ખેતી પાક પદ્ધતિથી હાજર ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.આ તકે મદદનીશ ખેતી નિયામક (ગુ.ની) ડી.ડી.સોલંકી, બાગાયત અધિકારી સી.કે.પટેલીયા,હાલોલ તાલુકાના વિસ્તરણ અધિકારી ડી.વી.પરમાર,ખેતીવાડી શાખાના ગ્રામસેવક ઓ તેમજ ગામના અન્ય ખેડૂતો હાજર રહ્યા હતા.